Women’s World Cup: ભારતે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું, સતત 12મી વાર ઇન્ડિયાએ ઘોબીપછાડ આપી

Women's World Cup:

કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલા ICC Women’s World Cup  2025ની છઠ્ઠી મેચમાં ભારતીય ટીમે તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 88 રનથી શાનદાર જીત મેળવી છે. આ જીત સાથે ભારતે વુમન્સ વન-ડેમાં પાકિસ્તાન સામે પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે, જે તેની સતત 12મી જીત છે.

Women’s World Cup: આ જીત સાથે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં સતત બીજી જીત મેળવીને અંકતાલિકામાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ભારતે અગાઉની મેચમાં શ્રીલંકાને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (DLS) નિયમ હેઠળ 59 રનથી હરાવ્યું હતું.

મેચનો ઘટનાક્રમ: બોલરોનો દબદબો
ભારતે પાકિસ્તાનને જીતવા માટે 248 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 43 ઓવરમાં માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભારતીય બોલરોએ ભજવી. ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌડે શાનદાર પ્રદર્શન કરતા 3 વિકેટ ઝડપી અને તે ‘પ્લેયર ઓફ ધ મેચ’ બની. આ ઉપરાંત, અનુભવી સ્પિનરો દીપ્તિ શર્માએ 3 અને સ્નેહ રાણાએ 2 વિકેટ લઈને પાકિસ્તાની બેટિંગ લાઇન-અપને વેરવિખેર કરી નાખી.

પાકિસ્તાની બેટિંગ તૂટી પડી
248 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ખૂબ જ નબળી રહી. માત્ર 6 રનના સ્કોર પર મુનીબા અલી (2 રન) રન આઉટ થઈ. સદફ શમાસ (6 રન) અને આલિયા રિયાઝ (2 રન) પણ સસ્તામાં આઉટ થઈ જતાં પાકિસ્તાને 26 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી.

ત્યારબાદ, સિદરા અમીન અને નતાલિયા પરવેઝે ચોથી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરીને ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્રાંતિ ગૌડે નતાલિયાને આઉટ કરીને આ ભાગીદારી તોડી. કેપ્ટન ફાતિમા સના (2 રન)ને દીપ્તિ શર્માએ આઉટ કરીને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો.

પાકિસ્તાન તરફથી એકમાત્ર સિદરા અમીને સારો દેખાવ કર્યો. તેણે 106 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 81 રનની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી. વુમન્સ ODIમાં ભારત સામે કોઈ પણ પાકિસ્તાની બેટર દ્વારા આ સર્વશ્રેષ્ઠ સ્કોર છે. સિદરા અમીનના આઉટ થયા બાદ ભારતની જીત માત્ર એક ઔપચારિકતા રહી ગઈ હતી.

આ પણ વાંચો:   Israeli hostages: ટ્રમ્પની ધમકી બાદ હમાસના તેવર નરમ, ઇઝરાયેલા બંધકોને છોડવા તૈયાર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *