Defense Budget: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૬-૨૭માં દેશની સુરક્ષા માટે તિજોરીના દ્વાર ખોલી દીધા છે. ‘ઓપરેશન સિંદૂર’ અને બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે સંરક્ષણ મંત્રાલયને કુલ ₹7.8 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ફાળવણી ગયા વર્ષના ₹6.81 લાખ કરોડ કરતા લગભગ રૂ. ૧ લાખ કરોડ જેટલી વધારે છે.
Defense Budget: સૈન્યના આધુનિકીકરણ માટે મોટું ભંડોળ
ભારતીય સેનાને અત્યાધુનિક હથિયારોથી સજ્જ કરવા માટે કેપિટલ બજેટમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. આધુનિકીકરણ માટેનું બજેટ ₹1.80 લાખ કરોડથી વધારીને ₹2.19 લાખ કરોડ કરવામાં આવ્યું છે. આ ભંડોળનો ઉપયોગ નીચે મુજબના પ્રોજેક્ટ્સ માટે થશે:
ફાઈટર જેટ્સ: નવા રાફેલ ફાઈટર જેટ્સની ખરીદી પ્રક્રિયા તેજ બનશે.
નેવીની તાકાત: પ્રોજેક્ટ 75I હેઠળ નવી સ્ટીલ્થ સબમરીનનું નિર્માણ થશે.
ડ્રોન ટેકનોલોજી: સરહદોની દેખરેખ માટે UAV અને ઘાતક ડ્રોન્સ વસાવવામાં આવશે.
મિસાઈલ સિસ્ટમ: સ્વદેશી મિસાઈલોના ઉત્પાદન અને પરીક્ષણને વેગ મળશે.
‘આત્મનિર્ભર ભારત’ પર ભાર
આ બજેટનો મોટો હિસ્સો ઘરેલું સંરક્ષણ ઉત્પાદન (Domestic Manufacturing) પાછળ ખર્ચવામાં આવશે. જેનો સીધો ફાયદો ભારતની ડિફેન્સ કંપનીઓને થશે અને વિદેશો પરની નિર્ભરતા ઘટશે. રક્ષા દળોને ટેકનોલોજીની દ્રષ્ટિએ સજ્જ કરવા માટે આ અત્યાર સુધીનું સૌથી મજબૂત બજેટ માનવામાં આવી રહ્યું છે.
સરહદી સુરક્ષા અને સ્વદેશી શક્તિનો સમન્વય “આજના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલી માતબર ફાળવણી એ સ્પષ્ટ સંકેત છે કે ભારત હવે માત્ર સરહદોની રક્ષા જ નહીં, પરંતુ વૈશ્વિક મંચ પર એક સૈન્ય મહાસત્તા તરીકે ઉભરવા માંગે છે. ‘ઓપરેશન સિંદૂર’ જેવા વ્યૂહાત્મક અભિયાનો વચ્ચે સેનાના આધુનિકીકરણ માટે ફાળવાયેલા વધારાના ભંડોળથી ભારતીય વાયુસેના અને નૌકાદળની તાકાતમાં અનેકગણો વધારો થશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ બજેટનો સિંહફાળો સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન (Make in India) પાછળ ખર્ચવામાં આવશે, જે વિદેશી આયાત પરની આપણી નિર્ભરતા ઘટાડશે અને ભારતીય ડિફેન્સ સેક્ટરના સ્ટાર્ટઅપ્સ તેમજ કંપનીઓ માટે વિકાસના નવા દ્વાર ખોલશે
આ પણ વાંચો: બજેટ 2026: શું સસ્તું થયું અને શું મોંઘું? જુઓ સામાન્ય જનતાને અસર કરતી વસ્તુઓની સંપૂર્ણ યાદી

