57 મુસ્લિમ દેશોના સંગઠને પાકિસ્તાનને ટેકો આપતાં ભારત ગુસ્સે ભરાયું, આપ્યો કડક જવાબ

OIC સમર્થન
OIC સમર્થન- ભારતે દક્ષિણ એશિયાની પરિસ્થિતિ પર ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા જારી કરાયેલા નિવેદનને ‘વાહિયાત અને પાકિસ્તાનના ઇશારે આપવામાં આવ્યું’ ગણાવીને સખત શબ્દોમાં નકારી કાઢ્યું છે. ભારતે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે OICનું આ નિવેદન માત્ર પક્ષપાતી નથી પરંતુ તેમાં 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ કોઈ ઉલ્લેખ નથી, જેમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા.ઓઆઈસી પહલગામ હુમલા મામલે પાકિસ્તાનની ટીકા કરવાના બદલે તેને સમર્થન આપ્યું છે, જેને લઈને ભારતે વાંધો ઉઠાવ્યો છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયા બાદ ઓઆઈસી એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું, જેને ભારતીય વિદેશ મંત્રાલયે વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું છે

OIC સમર્થન – વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે OICનું આ નિવેદન માત્ર સત્યને નકારતું નથી પરંતુ તે OICને ગેરમાર્ગે દોરવા અને તેના પક્ષમાં નિવેદન જારી કરાવવાનો પાકિસ્તાનનો બીજો પ્રયાસ છે. તેમણે વધુમાં કહ્યું કે OIC એ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા પણ કરી નથી અને તેના બદલે કાશ્મીરને ‘વિવાદ’ કહીને પાકિસ્તાનના પ્રચારની ભાષાનું પુનરાવર્તન કર્યું છે.

ભારતે સ્પષ્ટપણે કહ્યું કે કાશ્મીર મુદ્દો સંપૂર્ણપણે ભારતનો દ્વિપક્ષીય મામલો છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો કોઈ અવકાશ નથી. ઓઆઈસીનું નિવેદન કે આંતરરાષ્ટ્રીય સમુદાયે જમ્મુ અને કાશ્મીર વિવાદનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ લાવવો જોઈએ, તે પાકિસ્તાનના વલણને સીધું સમર્થન આપે છે.

ભારતે સ્પષ્ટપણે કહ્યું કે OIC ની આ ટિપ્પણી ભારતના આંતરિક બાબતોમાં બિનજરૂરી દખલગીરી છે અને તેને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવે છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાન, જે લાંબા સમયથી સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે, તે OIC જેવા પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યું છે. ભારતે એ પણ પુનરોચ્ચાર કર્યો કે કાશ્મીર અને પહેલગામ જેવા મુદ્દાઓ ભારતની આંતરિક બાબતો છે, અને કોઈપણ બાહ્ય સંગઠન અથવા દેશ દ્વારા આ અંગે કોઈપણ ટિપ્પણી સ્વીકાર્ય નથી.

OIC મહાસચિવે દક્ષિણ એશિયામાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને ભારત અને પાકિસ્તાન વચ્ચે તાત્કાલિક વાતચીત ફરી શરૂ કરવા હાકલ કરી. સંગઠને ભાર મૂક્યો હતો કે પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે, આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટર અનુસાર, તમામ મતભેદોનો શાંતિપૂર્ણ માધ્યમથી ઉકેલ લાવવો જોઈએ. સચિવાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવો અનુસાર જમ્મુ અને કાશ્મીર વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રયાસો વધુ તીવ્ર બનાવવા વિનંતી કરી. OIC એ કહ્યું કે આ વણઉકેલાયેલો મુદ્દો દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ અને સ્થિરતા માટે એક મોટો અવરોધ છે અને તેના ઉકેલ માટે લાંબા ગાળાની પ્રતિબદ્ધતા જરૂરી છે.

 

આ પણ વાંચો- WARની તારીખ ફાઇનલ? ભારત-પાકિસ્તાન બંને તરફથી મળી રહ્યા છે સંકેત!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *