જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ આપવા માટે ભારતમાં મોટી તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચાર્જ સંભાળી લીધો છે અને તેઓ સાઉદીનો પ્રવાસ અધવચ્ચે છોડીને દિલ્હી પરત ફર્યા છે. આજે સવારે ગૃહમંત્રી અમિત શાહ તે સ્થળે પહોંચ્યા જ્યાં આતંકવાદીઓએ તેમની ગોળીઓથી નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા હતા. એક તરફ, સૈનિકો આતંકવાદીઓ માટે દરેક ઇંચ વિસ્તારની શોધ કરી રહ્યા છે, જ્યારે આ કૃત્યનો જવાબ કેવી રીતે આપવો તે નક્કી કરવા માટે આજે સાંજે દિલ્હીમાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક બોલાવવામાં આવી છે. જો કે અમિત શાહ પહેલા જ કહી ચુક્યા છે કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.પહેલગામનો બદલો લેવાની તૈયારીઓ ચાલી રહી છે! સંરક્ષણ પ્રધાને NSA ડોભાલ અને ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક કરી હતી. ભારત પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવાની તૈયારીમાં લાગી ગયું છે.પ્રબળ સંભાવના છે કે એરસ્ટ્રાઇક કરવામાં આવશે.
ભારત પહેલગામનો બદલો લેવાની તૈયારીમાં! સંરક્ષણ મંત્રી,ડોભાલ અને ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક કરી
