ટ્રમ્પની મહાવિનાશક ધમકી બાદ ભારત સરકારનું મોટું પગલું: ઈરાનમાં રહેતા ભારતીયો માટે હાઈ એલર્ટ, ’48 કલાક ઘરમાં જ રહો’

Advisory for Indians in Iran:

Advisory for Indians in Iran: પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ હવે અત્યંત સ્ફોટક બની ચૂકી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી ખુલ્લી અને ભયાનક ધમકી બાદ, ઈરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોની સુરક્ષા માટે એક તાત્કાલિક એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે. દૂતાવાસે તમામ ભારતીયોને આગામી 48 કલાક સુધી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવાની કડક સૂચના આપી છે.

Advisory for Indians in Iran: એડવાઈઝરીમાં શું કહેવામાં આવ્યું છે?

ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા નાગરિકો અને વિદ્યાર્થીઓને સાવચેત કરતા જણાવ્યું છે કે:

આગામી 48 કલાક સુધી કોઈપણ સંજોગોમાં ઘરની બહાર ન નીકળો, જ્યાં છો ત્યાં જ સુરક્ષિત રહો.

સંવેદનશીલ વિસ્તારો જેવા કે વીજળી મથકો, સૈન્ય ઠેકાણાઓ અને બહુમાળી ઈમારતોના ઉપરના માળથી સંપૂર્ણપણે દૂર રહો.

જો હાઈવે પર કોઈપણ પ્રકારની મુસાફરી કરવી જરૂરી હોય, તો તે પહેલાં દૂતાવાસનો સંપર્ક ચોક્કસ કરો.

જે નાગરિકો દૂતાવાસ દ્વારા ભાડે રખાયેલા હોટલોમાં છે, તેમણે પણ અંદર જ રહેવું અને નિયમિતપણે એમ્બેસીની ટીમ સાથે સંપર્કમાં રહેવું.

ઈમરજન્સી હેલ્પલાઈન નંબર્સ જાહેર

ભારતીય દૂતાવાસે મુશ્કેલીના સમયે તાત્કાલિક મદદ માટે કેટલાક મોબાઈલ નંબર્સ જાહેર કર્યા છે, જે 24 કલાક કાર્યરત રહેશે:
+989128109115, +989128109102, +989128109109, +989932179359.

ડોનાલ્ડ ટ્રમ્પે આપી અત્યાર સુધીની સૌથી ભયાનક ધમકી!

ભારતીય દૂતાવાસની આ એડવાઈઝરી એવા સમયે આવી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર ઈરાનને ખતમ કરવાની સીધી ધમકી આપી છે.ટ્રમ્પે લખ્યું છે કે, “આજે રાત્રે એક આખી સભ્યતાનો અંત આવી જશે, જેને ક્યારેય પાછી લાવી શકાશે નહીં. હું નથી ઈચ્છતો કે આવું થાય, પરંતુ કદાચ આવું જ થશે.” ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે દુનિયા 47 વર્ષના અત્યાચાર અને ભ્રષ્ટાચારના અંતની સાક્ષી બનશે. ટ્રમ્પના આ નિવેદન બાદ ઈરાન પર અમેરિકાના વિનાશક હુમલાની આશંકાઓ ટોચ પર છે.

આ પણ વાંચો: ઈરાનના જડબામાંથી પાયલટને બચાવી લાવ્યું અમેરિકા: ટ્રમ્પે કરી ઐતિહાસિક રેસ્ક્યુ ઓપરેશનની જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *