IPPB Recruitment 2025 : ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં નોકરીની તક! એપ્લિકેશન ડેડલાઇન અને ડિટેઇલ્સ જાણો

IPPB Recruitment 2025

IPPB Recruitment 2025 : જો તમે નોકરીની શોધમાં છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા વિવિધ રાજ્યોમાં એક્ઝિક્યુટિવ પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ પદ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ પર શરૂ થઈ ગઈ છે, અને લાયક ઉમેદવારો પોતાની અરજી સબમિટ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ ભરતી કરાર આધારિત રહેશે.

કેટલા સમય માટે મળશે નોકરી?
આ પદો માટે ઉમેદવારોની ભરતી એક વર્ષ માટે કરારના આધારે કરવામાં આવશે. જો કાર્યોક્ષમતા (પરફોર્મન્સ) સંતુષ્ટજનક રહેશે, તો આ કરાર વધુ 2 વર્ષ માટે લંબાવી શકાય છે.

અરજી કરવાની છેલ્લી તારીખ
21 માર્ચ 2025 સુધી ઈચ્છુક ઉમેદવારો અરજી કરી શકશે.

શૈક્ષણિક લાયકાત
આ પદો માટે અરજી કરવા ઉમેદવાર પાસે સ્નાતક (Graduation)ની ડિગ્રી હોવી આવશ્યક છે.

અરજી કેવી રીતે કરશો?
Step-by-Step પ્રક્રિયા:
IPPBની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
હોમપેજ પર Executive Recruitment 2025 લિંક પર ક્લિક કરો.
નવી વિન્ડોમાં નવું રજીસ્ટ્રેશન કરો.
રજીસ્ટ્રેશન થયા બાદ, લૉગિન કરીને અરજી ફોર્મ ભરો.
જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને ફી ભર્યા પછી સબમિટ બટન દબાવો.
ફોર્મ સબમિટ કર્યા પછી કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરી પ્રિન્ટઆઉટ લઈ રાખો.

પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે થશે, જે સ્નાતકના ગુણો પરથી બનાવવામાં આવશે.

સત્તાવાર માહિતી અને અરજી માટે IPPB ની વેબસાઇટ પર મુલાકાત લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *