Israel-Iran War: ઈરાને છેલ્લી ઘડી સુધી હાર ન માની, આ 2 ફોન કોલ્સથી ઈઝરાયલ સાથે યુદ્ધ બંધ થયું

Israel-Iran War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો છે. ન્યૂઝવીક મેગેઝિન દ્વારા અમેરિકન રાજદ્વારી સૂત્રોને ટાંકીને આ ખુલાસો કરવામાં આવ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઈરાને કતાર પર મિસાઈલ છોડતા જ કતારના અમીર અને વડાપ્રધાન અમેરિકા તરફ જોવા લાગ્યા.ન્યૂઝવીકે અમેરિકન રાજદૂતને ટાંકીને કહ્યું કે કતારની ભલામણ પર ટ્રમ્પે મધ્ય પૂર્વના તેમના રાજદૂત વિટકોફ સાથે વાત કરી. ત્યારબાદ વિટકોફે તેમના ઈરાની સમકક્ષને ફોન કર્યો.

કતારના અમીર જાહેરાત સુધી સક્રિય રહ્યા

Israel-Iran War: અહેવાલ મુજબ, યુદ્ધવિરામની જાહેરાત થાય ત્યાં સુધી કતારના અમીર અને વડાપ્રધાન સક્રિય રહ્યા. બંનેએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથે વાત કરતા રહ્યા.ઈરાને સોમવારે મધ્યરાત્રિએ કતાર પર મિસાઈલ હુમલો કર્યો હતો. ઈરાને દોહામાં યુએસ એરબેઝ પર 6 મિસાઈલ છોડ્યા હતા. કતાર હજુ પણ વધુ હુમલાઓનો ડર હતો.

ઈરાને વિટકોફના ફોન પર એક શરત મૂકી

એક્સિઓસે વ્હાઇટ હાઉસના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે વિટકોફે ઈરાનના વિદેશ મંત્રીને ફોન કરતાની સાથે જ વિદેશ મંત્રીએ એક શરત મૂકી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે જો ઈઝરાયલ હુમલો બંધ કરે તો જ આ મામલો ઉકેલાઈ શકે છે.અરાઘચીના મતે, ઈઝરાયલે યુદ્ધ શરૂ કર્યું. હુમલો બંધ કરવો પણ તેનું કામ છે. જો ઈઝરાયલ હુમલો બંધ કરે તો અમે પણ હુમલો નહીં કરીએ. ફોન પર, વિટકોફે ઈરાનને ખાતરી આપી કે આગામી 24 કલાક પછી ઈઝરાયલ હુમલો નહીં કરે.ઈરાનના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કર્યા પછી, વિટકોફે વ્હાઇટ હાઉસને પોતાનો સંદેશ મોકલ્યો. આ પછી, યુએસ રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામની જાહેરાત કરી.

મોટો પ્રશ્ન – યુદ્ધમાં આગળ શું છે?

ઈઝરાયલ અને અમેરિકા ઈરાનના યુરેનિયમ સંવર્ધનને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ વ્યૂહરચના હેઠળ, અમેરિકાએ ઈરાનના 3 પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા. જો કે, ઈરાન કહે છે કે ત્યાં કોઈ યુરેનિયમ નહોતું.ધ ટેલિગ્રાફ યુકેના એક અહેવાલ મુજબ, હુમલા પહેલા ઈરાને 400 કિલો યુરેનિયમ ખસેડ્યું હતું. આ વિશે કોઈને કોઈ માહિતી નથી.ઇઝરાયલ કહે છે કે ઈરાન એક કે બે વર્ષ સુધી પરમાણુ બોમ્બ બનાવી શકશે નહીં. આગળ શું થશે તે મોટાભાગે ઈરાનની આગામી રણનીતિ પર નિર્ભર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *