Iran downs US fighter jet: ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકાનો એક અદ્યતન ફાઇટર જેટ તોડી પાડ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે હલચલ મચી ગઈ છે. શરૂઆતમાં ઈરાન તરફથી કહેવામાં આવ્યું કે આ F-35 જેટ હતો, પરંતુ બાદમાં કેટલીક માહિતીમાં ગૂંચવણ ઉભી થઈ અને કેટલાક રિપોર્ટ્સ અનુસાર તે F-15E જેટ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. આ ગેરસમજને કારણે ઘટનાને લઈને વધુ સસ્પેન્સ ઉભું થયું છે.
Iran downs US fighter jet: ક્રૂની સ્થિતિ શું છે?
આ ફાઇટર જેટમાં બે ક્રૂ સભ્યો હતા, જેમણે અકસ્માત સમયે ઇજેક્ટ કરીને પોતાની જાન બચાવવાનો પ્રયાસ કર્યો. જેમાંથી એક પાઈલટને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે બીજો હજુ સુધી લાપતા છે. અમેરિકી દળો દ્વારા ગુમ થયેલા પાઈલટને શોધવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ અમેરિકાની ચિંતામાં વધારો કર્યો છે.
વધતો તણાવ અને વૈશ્વિક ચિંતા
આ ઘટનાથી અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ગાઢ બની ગયો છે. બંને દેશો વચ્ચે પહેલેથી જ સંબંધો તણાવભર્યા હતા, અને હવે આ ઘટનાએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. વિશ્લેષકોનું માનવું છે કે આ ઘટનાથી મધ્યપૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ વધુ ભયજનક બની શકે છે. વિશ્વના અન્ય દેશો પણ આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
નોંધનીય છે કે ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકાનો એક અદ્યતન ફાઇટર જેટ તોડી પાડ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે હલચલ મચી ગઈ છે. શરૂઆતમાં ઈરાન તરફથી કહેવામાં આવ્યું કે આ F-35 જેટ હતો, પરંતુ બાદમાં કેટલીક માહિતીમાં ગૂંચવણ ઉભી થઈ અને કેટલાક રિપોર્ટ્સ અનુસાર તે F-15E જેટ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે
આ પણ વાંચો: ઈરાનનો પાકિસ્તાનને ઝટકો: ઇસ્લામાબાદ બેઠક માટે અમેરિકાને કર્યો સીધો ઇનકાર

