Iran Nuclear Plant Attack : ઈઝરાયેલનો ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો, IRGC કમાન્ડરે આપી ખુલ્લી ધમકી

Iran Nuclear Plant Attack :

Iran Nuclear Plant Attack :  અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામેની સૈન્ય કાર્યવાહી વધુ તેજ બની છે. ઈઝરાયેલે તેહરાન સામે પોતાના અભિયાનને વેગ આપતા ઈરાનના બે મહત્વના ન્યુક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો કર્યો છે. આ હુમલા બાદ ઈરાનની સેના (IRGC) એ કડક ચેતવણી આપતા અમેરિકા અને ઈઝરાયેલની ઔદ્યોગિક કંપનીઓના કર્મચારીઓને તાત્કાલિક કાર્યસ્થળ છોડી દેવા જણાવ્યું છે.

Iran Nuclear Plant Attack :  હુમલાની વિગતો અને નુકસાન

ઈરાનની સરકારી મીડિયા અને પરમાણુ ઊર્જા સંગઠન દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે અરાક સ્થિત શાહિદ ખોંડાબ હેવી વોટર કોમ્પ્લેક્સ અને યઝ્દ પ્રાંતના અર્દકાન યલોકેક પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે હાલમાં કોઈ જાનહાનિ કે રેડિયોએક્ટિવ લીકેજનો ખતરો નોંધાયો નથી. ઈરાને આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

 

 

IRGC કમાન્ડરની ખુલ્લી ધમકી

હુમલા બાદ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના એરોસ્પેસ ફોર્સના કમાન્ડર સૈયદ માજિદ મુસાવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુશ્મનોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે દુનિયાએ જોયું છે કે તમે આગ સાથે રમી રહ્યા છો અને આ વખતે આંખના બદલે આંખનો નિયમ નહીં ચાલે. અમેરિકા અને ઝાયોનિસ્ટ શાસન સાથે જોડાયેલી કંપનીઓના કર્મચારીઓએ પોતાનો જીવ બચાવવા માટે તરત જ કાર્યસ્થળ ખાલી કરી દેવું જોઈએ.

ટ્રમ્પનું નિવેદન અને માર્કો રુબિયોનો દાવો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જ 10 દિવસ માટે ઈરાન પર હુમલા રોકવાની વાત કરી હતી પરંતુ તે પછી તરત જ આ હુમલાઓ થયા છે. બીજી તરફ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ G7 દેશોને જણાવ્યું છે કે અમેરિકા જમીની સેના ઉતાર્યા વિના જ ઈરાન સામે પોતાના લક્ષ્યો હાંસલ કરી શકે છે અને આ યુદ્ધ આગામી થોડા અઠવાડિયામાં જ સમાપ્ત થવાની શક્યતા છે.

 

આ પણ વાંચો: ઇરાને વિશ્વના પ્રખ્યાત પ્રવાસન સ્થળો અને પાર્ક પર મિસાઈલ હુમલાની આપી ચેતવણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *