Attack on IDF Chief :ઇઝરાયેલના નાગરિકોની ધીરજ ખૂટી, IDFના ચીફને દોડાવી દોડાવીને માર માર્યો

Attack on IDF Chief ; ઈઝરાયેલ 7 ઓક્ટોબર, 2023થી ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 46 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખથી વધુ લોકો ઘાયલ થયા છે. આ હિંસાને કારણે 10 લાખથી વધુ લોકો બેઘર થઈ ગયા છે, એટલે કે 10 લાખ લોકો શરણાર્થી શિબિરોમાં રહેવા માટે મજબૂર છે, પરંતુ ત્યાં પણ તેઓ ઈઝરાયેલની સેનાથી સુરક્ષિત નથી, કારણ કે ઈઝરાયેલ શરણાર્થી શિબિરો પર પણ હુમલો કરી રહ્યું છે.

ઈઝરાયેલના નાગરિકોની ધીરજ ખૂટી ગઈ

Attack on IDF Chief – આ નરસંહારને રોકવા માટે વિશ્વભરના રાષ્ટ્રાધ્યક્ષો ઈઝરાયેલને યુદ્ધવિરામની વિનંતી કરી રહ્યા છે, પરંતુ ઈઝરાયેલના પીએમ અને સેના યુદ્ધવિરામની માંગને અવગણીને ગાઝા પર બોમ્બમારો કરી રહ્યા છે. આટલું જ નહીં ગાઝામાં ચાલી રહેલા નરસંહારથી ઈઝરાયેલના નાગરિકો પણ દુઃખી છે. ઈઝરાયેલના નાગરિકો ઘણી વખત ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ પાસેથી ઈઝરાયેલના બંધકોને છોડાવવાની માગણી કરી રહ્યા છે, પરંતુ નેતન્યાહુની લોહિયાળ સેના હજુ પણ નિર્દોષ પેલેસ્ટાઈનીઓના લોહીની તરસ્યા છે. હવે ઈઝરાયલના નાગરિકોની ધીરજ તૂટી ગઈ છે. ઈઝરાયેલમાં આવું પહેલીવાર બન્યું છે, જે ઈઝરાયેલના ઈતિહાસમાં પણ ક્યારેય બન્યું ન હતું.

IDF ચીફ પર હુમલો વાસ્તવમાં, તેલ અવીવમાં ઇઝરાયેલના ડિફેન્સ ફોર્સના મેજર જનરલ ડેવિડ ઝીની પર ઇઝરાયેલના નાગરિકોએ હુમલો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાઝામાં યુદ્ધ લડવા માટે ઇઝરાયેલના નાગરિકોને બળજબરીથી સેનામાં ભરતી કરવામાં આવી રહ્યા છે. આને લઈને ઈઝરાયેલના નાગરિકો નારાજ છે. ડેવિડ ઝીની આ બાબતને લઈને ઈઝરાયેલના એક શહેરમાં ગયા હતા, જ્યાં ઈઝરાયેલના નાગરિકોએ તેમના પર હુમલો કર્યો હતો.

 

આ પણ વાંચો –  સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્ન પર રિવ્યુ પિટિશન ફગાવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *