Janmashtami : ભગવાન શ્રીકૃષ્ણના 5252મા અવતરણ પર્વ ગોકુળ આઠમની ઉજવણી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી. ગુજરાતના પ્રમુખ કૃષ્ણ મંદિરો જેવા કે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તો ઉમટ્યા. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ અને ‘હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી’ના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું.દ્વારકા: જગતમંદિરમાં ભવ્ય ઉજવણી.
Janmashtami : દ્વારકાના જગતમંદિરમાં મધરાતે 12 વાગે શ્રીકૃષ્ણના જન્મોત્સવની શરૂઆત થઈ. મંદિરના કપાટ ખોલી ભગવાનના દર્શન ઓનલાઈન અને રૂબરૂ કરાવાયા, જેનાથી ભક્તો ધન્યતા અનુભવી. જન્મ બાદ મુખદર્શન, આરતી અને ભોગ ધરાવાયો. રવિવારે નંદમહોત્સવની ઉજવણી થશે. વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી, સ્નાન-અભિષેકના દર્શન થયા. ગરબા અને ભક્તિમય માહોલમાં મંદિર ટ્રસ્ટ અને પોલીસે સુરક્ષા-વ્યવસ્થા સુનિશ્ચિત કરી.ડાકોર: ઠાકોરજીનો ભવ્ય શણગાર
ડાકોરમાં જન્માષ્ટમીની ઉજવણી ભવ્ય રીતે થઈ. ઠાકોરજીને કરોડોનો હીરાજડિત મુગટ અને કેવડાના ફૂલનો વિશેષ મુગટ પહેરાવાયો. મધરાતે તિલક, પંચામૃત સ્નાન, અભિયંગ સ્નાન બાદ સાકર-માખણ અને પંજાજીરીનો પ્રસાદ ધરાવાયો. મંદિરને 2500થી વધુ રંગબેરંગી ફુગ્ગાઓથી સજાવાયું. વરસાદી માહોલમાં ‘જય રણછોડ’ના જયઘોષ સાથે ભક્તો ભાવવિભોર બન્યા.શામળાજી: કાળિયા ઠાકરની વધામણી
શામળાજીમાં કાળિયા ઠાકરને 4 કરોડના મુગટ સહિત 15 કિલો સોનાના આભૂષણો અર્પણ થયા. મંદિરને આસોપાલવ, કેળ, વાંસ અને રોશનીથી શણગારાયું. મધરાતે શંખનાદ સાથે જન્મોત્સવની ઉજવણી થઈ, પંજરીનો પ્રસાદ વહેંચાયો. યુવાનોએ મટકીફોડનો કાર્યક્રમ ઉત્સાહપૂર્વક યોજ્યો.રાજ્યભરમાં વૈષ્ણવ હવેલીઓ અને મંદિરોમાં ભક્તોએ કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો, અનેક સ્થળોએ મટકીફોડના કાર્યક્રમો યોજાયા.
આ પણ વાંચો: PM Modi Red Fort Speech: PM મોદીની આ 5 મોટી જાહેરાતના લીધે સોમવારે શેરબજારમાં તેજી આવશે?