Bihar Assembly Elections: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લગતી મોટી અપડેટ સામે આવી છે. NDA ગઠબંધનમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગયું છે. સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, પરંતુ સૂત્રો અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારની દિલ્હી મુલાકાત દરમિયાન આ અંગે અંતિમ સહમતિ થઈ છે.
Bihar Assembly Election: બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી JDU અને BJP મળીને 203 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે બાકી 40 બેઠકો અન્ય ત્રણ સાથી પક્ષોને ફાળવવામાં આવશે.સૂત્રોના જણાવ્યા મુજબ, JDU 102 બેઠકો અને BJP 101 બેઠકો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને 20 બેઠકો, જીતન રામ માંઝીની હિન્દુસ્તાન અવમ મોરચાને 10 અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચાને 10 બેઠકો મળશે.
Bihar Assembly Elections આ વહેંચણીની સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ તમામ પક્ષોને આ અંગે જાણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં સંયુક્ત પત્રકાર પરિષદ દ્વારા વિગતો જાહેર થઈ શકે છે. જોકે, કઈ પાર્ટી કઈ બેઠકો પર ચૂંટણી લડશે તે હજુ નક્કી થવાનું બાકી છે.2020ની ચૂંટણીમાં BJPએ 110 બેઠકો પર લડીને 74 જીતી હતી, જ્યારે JDUએ 115 બેઠકોમાંથી માત્ર 43 જીતી. ચિરાગ પાસવાનની LJPએ ગઠબંધનથી અલગ 100થી વધુ બેઠકો પર ચૂંટણી લડી, પરંતુ એક પણ જીતી શકી નહીં. 2015માં JDUએ RJD સાથે ગઠબંધન કરીને લગભગ 70 બેઠકો જીતી અને સરકાર બનાવી હતી. આ વખતે NDA ગઠબંધન મજબૂત વ્યૂહરચના સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.
આ પણ વાંચો: સરખેજ જામિયા ઇબ્ને ટ્રસ્ટ સંચાલિત હફસા સ્કૂલના વિધાર્થીઓએ ગુજરાત વિધાનસભાની કરી મુલાકાત