Jio AI Cloud 2016 માં રિલાયન્સ જિયોની શરૂઆત થઈ ત્યારથી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM) હંમેશા Jio સંબંધિત મોટી જાહેરાતો કરવા માટેનું સ્થળ છે. ગુરુવારે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 47મી એજીએમમાં, મુકેશ અંબાણીએ પણ Jioની નવી ઓફરની જાહેરાત કરી હતી. કંપની હવે તેની ક્લાઉડ સર્વિસ શરૂ કરવા જઈ રહી છે.મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે Jio AI-Cloud સેવા આ વર્ષે દિવાળીથી શરૂ થશે. કંપનીની સેવાનો ઉપયોગ કરનારા Jio વપરાશકર્તાઓને Jio AI-Cloud વેલકમ ઑફર તરીકે 100 GB ફ્રી ડેટા સ્ટોરેજ મળશે.
તમારા ફોટા, વિડિયો, દસ્તાવેજો સ્ટોર કરો
કંપનીનું કહેવું છે કે Jio AI Cloudસર્વિસ હવે Jio યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. AI પર આધારિત, તે લોકોને તેમના ફોટા, વીડિયો, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ કન્ટેન્ટ સુરક્ષિત રીતે સ્ટોર કરવાની મંજૂરી આપશે. આ સેવા આ વર્ષે દિવાળીથી શરૂ થશે. વેલકમ ઓફર હેઠળ કંપની શરૂઆતમાં લોકોને 100 જીબી ફ્રી સ્ટોરેજ ઓફર કરશે.
એજીએમમાં મુકેશ અંબાણીએ AI ટેક્નોલોજીને એવી ટેક્નોલોજી ગણાવી હતી જે આવનારા ભવિષ્યમાં સૌથી મોટો ફેરફાર લાવશે. તેમણે કહ્યું કે રિલાયન્સ એઆઈ ટેક્નોલોજીના લોકશાહીકરણ માટે પ્રતિબદ્ધ છે. તેથી, કંપની તેને દરેક વ્યક્તિ માટે સૌથી વધુ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવવા માંગે છે. આ માટે કંપની રાષ્ટ્રીય AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરી રહી છે. કંપની જામનગરમાં એક ગીગાવોટ લેવલનું AI-રેડી ડેટા સેન્ટર પણ બનાવી રહી છે, જે સંપૂર્ણપણે ગ્રીન એનર્જી પર ચાલશે.
આ પણ વાંચો- રિલાયન્સે કરી મોટી જાહેરાત, એક પર એક બોનસ શેર આપવામાં આવશે!