પહેલગામમાં આતંકવાદી હુમલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. મંગળવારે (22 એપ્રિલ) બપોરે, સેનાની યુનિફોર્મ પહેરેલા આતંકવાદીઓએ બેયરસન વેલીમાં પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 25-27 લોકોના મોતની આશંકા છે. જ્યારે ઘણા ઘાયલ થયા છે. શરૂઆતમાં 1 પ્રવાસીના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. સત્તાવાર આંકડા જાહેર થયા બાદ જ મૃત્યુનો વાસ્તવિક આંકડો જાણી શકાશે.
પહેલગામમાં આતંકવાદી હુમલો – ઘટના બાદ સુરક્ષાદળોએ ચાર્જ સંભાળી લીધો છે. વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લેવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ તેમની પ્રસ્તાવિત મુલાકાત રદ કરી છે અને પહેલગામ જવા રવાના થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે રાજસ્થાનના પ્રવાસીઓનું એક જૂથ બૈસારન વિસ્તારની મુલાકાત લેવા આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એક મહિલાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને ફોન કરીને જણાવ્યું કે હુમલામાં 8થી 10 લોકો ઘાયલ થયા છે. તેના પિતાને પણ ગોળી વાગી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આર્મી ચીફ સાથે વાત કરીને માહિતી મેળવી છે.
આ પણ વાંચો- દિલ્હીમાં AIMPLBની વકફ બચાવો કોન્ફરન્સ,નીતીશ-નાયડુ નવા સાવરકર,માથા પર કફન બાંધી લો!