બોલિવૂડ અભિનેત્રી અને વિકી કૌશલની પત્ની કેટરિના કૈફ તેની સાસુ સાથે સાંઈ બાબાના દર્શને ગઈ હતી. અભિનેત્રીએ સોમવારે તેની સાસુ અને વિકી કૌશલની માતા વીણા કૌશલ સાથે શિરડી સાંઈ બાબા મંદિરની મુલાકાત લીધી હતી. એક વીડિયોમાં કેટરીના મંદિરમાં આશીર્વાદ લેતી જોવા મળી હતી. કેટરિના કૈફ સફેદ ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.દર્શન કર્યા બાદ કેટરીના તેની સાસુ સાથે મુંબઈ પરત ફરતી જોવા મળી હતી. એરપોર્ટ પર કેટરીનાએ તેની સાસુને ગળે લગાવી અને કપાળ પર ચુંબન કર્યું.
Katrina kaif and her Mother in law at Shirdi temble today#katrinakaif pic.twitter.com/nGhOLU7Iqu
— Golden Kay (@goldfishkat) December 16, 2024
આજે સવારે એરપોર્ટ પર કેટરીના પણ દેશી સ્ટાઈલમાં જોવા મળી હતી. તે આજે સવારે મુંબઈના ખાનગી એરપોર્ટ પર સુંદર એથનિક સૂટમાં જોવા મળી હતી. કેટરીના શિરડી જતી જોવા મળી હતી. કેટરિના કૈફ અને તેના પતિ વિકી કૌશલે 9 ડિસેમ્બરના રોજ તેમની ત્રીજી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી અને દંપતીએ રજાના ફોટા શેર કર્યા હતા.વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કેટરીના કૈફ છેલ્લે શ્રીરામ રાઘવનની ફિલ્મ મેરી ક્રિસમસમાં વિજય સેતુપતિ સાથે જોવા મળી હતી. કેટરીનાએ હજુ સુધી તેની આગામી ફિલ્મની જાહેરાત કરી નથી.
આ પણ વાંચો – ભાજપે લોકસભાના સાંસદોને વ્હીપ જારી કર્યો, વન નેશન વન ઇલેકશન બિલ મંગળવારે રજૂ કરાશે!