ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ એ ફરી એકવાર હવાઈ મુસાફરોને ધમકી આપી છે. પન્નુએ 1 થી 19 નવેમ્બર દરમિયાન એર ઈન્ડિયા દ્વારા ઉડાન ન ભરવાની ચેતવણી આપી છે. આ ધમકી એવા સમયે આવી છે જ્યારે ઉડ્ડયન ક્ષેત્ર બોમ્બની અફવાઓથી ઝઝૂમી રહ્યું છે. રવિવારે પણ આ ધમકીઓને કારણે ઘણી ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી.
અહેવાલ મુજબ, શીખ ફોર જસ્ટિસ સંસ્થાના વડા પન્નુ એ મુસાફરોને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરવાની મનાઈ ફરમાવી છે. આ ખતરાનું ખાસ લક્ષ્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ છે. ગત વર્ષે પણ પન્નુએ આવી ધમકીઓ આપી હતી. તમને જણાવી દઈએ કે 23 જૂન, 1985ના રોજ એર ઈન્ડિયાના બોઈંગ પ્લેનમાં વિસ્ફોટ થયો હતો, જેની જવાબદારી ખાલિસ્તાની ઉગ્રવાદીઓ પર નાખવામાં આવી હતી.
શનિવારે, 30 થી વધુ ફ્લાઇટ્સ પર બોમ્બની ધમકીઓ મળી હતી, જેના કારણે ગભરાટ ફેલાયો હતો. પીટીઆઈના જણાવ્યા અનુસાર, સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયા, ઈન્ડિગો, અકાસા એર, વિસ્તારા, સ્પાઈસ જેટ, સ્ટાર એર અને એલાયન્સ એરની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને વિવિધ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહમાં ભારતીય એરલાઈન્સની લગભગ 70 ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. જોકે, બાદમાં આ તમામ ધમકીઓને અફવા ગણાવીને ફગાવી દેવામાં આવી હતી.ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ એ ફરી એકવાર હવાઈ મુસાફરોને ધમકી આપી છે. પન્નુએ 1 થી 19 નવેમ્બર દરમિયાન એર ઈન્ડિયા દ્વારા ઉડાન ન ભરવાની ચેતવણી આપી છે. આ ધમકી એવા સમયે આવી છે જ્યારે ઉડ્ડયન ક્ષેત્ર બોમ્બની અફવાઓથી ઝઝૂમી રહ્યું છે. રવિવારે પણ આ ધમકીઓને કારણે ઘણી ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી
આ પણ વાંચો- કાશ્મીરમાં ફરી આતંકી હુમલો, ડોક્ટર સહિત 6 લોકોના મોત, પાંચ ઘાયલ