કચ્છની બન્ની ભેંસે રચ્યો ઈતિહાસ: ગુજરાતનો કચ્છ જિલ્લો ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય સાથે પશુધનની દૃષ્ટિએ પણ અનોખું મહત્વ ધરાવે છે. કચ્છની બન્ની નસલની ભેંસે રૂ. 14.1 લાખની રેકોર્ડબ્રેક કિંમતે વેચાઈને નવો ઈતિહાસ રચ્યો છે. આ ભેંસ લખપત તાલુકાના સાનધ્રો ગામના પશુપાલક ગાજી હાજી અલાદાદની હતી, જેને ભુજના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભલુંએ ખરીદી છે. સામાન્ય રીતે કચ્છમાં ભેંસના સોદા રૂ. 5 થી 7 લાખમાં થતા હોય છે, પરંતુ આ સોદાએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.
બન્ની નસલની ભેંસની વિશેષતાઓ
કચ્છની બન્ની ભેંસે રચ્યો ઈતિહાસ: બન્ની નસલની ભેંસો ગુજરાત અને દેશભરના માલધારીઓમાં ખૂબ પ્રખ્યાત છે. આ ભેંસો તેમના આકર્ષક રંગ-રૂપ, તંદુરસ્તી અને ઉચ્ચ દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. આ રેકોર્ડબ્રેક કિંમતે વેચાયેલી ભેંસ ‘લાડકી’ દૈનિક 27 લીટર દૂધ આપે છે. તેનો એકસરખો કાળો રંગ અને ચુડકંઢી (કડક) શીંગડાં તેને વધુ આકર્ષક બનાવે છે. બન્ની ભેંસો તરણેતર જેવા મેળાઓમાં યોજાતી પશુ હરીફાઈમાં અવારનવાર વિજેતા બનતી હોય છે.
પશુપાલનથી માલામાલ
સાનધ્રો ગામના ગાજીભાઈનો પરિવાર પેઢીઓથી પશુપાલનનો વ્યવસાય કરે છે. હાલ તેમની પાસે 80 જેટલી ભેંસો છે, જેમાંથી તેઓ દૈનિક 300 લીટર દૂધનું વેચાણ કરે છે. ગાજીભાઈના ચાર પુત્રોમાંથી બે પુત્રો પણ આ વ્યવસાયમાં જોડાયેલા છે, જે પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે.
બન્ની ભેંસ: સોના સમાન મૂલ્ય
બન્ની નસલની ભેંસોનું મૂલ્ય માત્ર દૂધ ઉત્પાદનમાં જ નથી, પરંતુ તેમની સુંદરતા અને તંદુરસ્તીને કારણે તે સોના ખરીદવા સમાન માનવામાં આવે છે. આ ઘટના કચ્છના પશુપાલન વ્યવસાયની સફળતા અને બન્ની નસલની ભેંસોની વધતી માંગને દર્શાવે છે.જરાતનો કચ્છ જિલ્લો ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય સાથે પશુધનની દૃષ્ટિએ પણ અનોખું મહત્વ ધરાવે છે. કચ્છની બન્ની નસલની ભેંસે રૂ. 14.1 લાખની રેકોર્ડબ્રેક કિંમતે વેચાઈને નવો ઈતિહાસ રચ્યો છે. આ ભેંસ લખપત તાલુકાના સાનધ્રો ગામના પશુપાલક ગાજી હાજી અલાદાદની હતી,
આ પણ વાંચો- ફૈઝાને CISFની ટ્રેનિંગ પૂરી કરીને મહેમદાવાદ અને માતા-પિતાનું નામ રોશન કર્યું