એપલના નવા સ્ટાર ડિઝાઇનર Abidur Chowdhury વિશે જાણો

Abidur Chowdhury
Abidur Chowdhury  એપલે 9 સપ્ટેમ્બર, 2025ના રોજ પોતાના વાર્ષિક ‘એવ-ડ્રોપિંગ’ ઇવેન્ટમાં iPhone 17 સિરીઝનું ભવ્ય લોન્ચ કર્યું, જેમાં ખાસ આકર્ષણ રહ્યું iPhone Air. અત્યાર સુધીનું સૌથી પાતળું સ્માર્ટફોન છે, જે ટાઇટેનિયમ ડિઝાઇન અને આગળ-પાછળ સિરેમિક શીલ્ડ સાથે આવે છે. ફોનની પાતળી બનાવટ અને પ્રીમિયમ ફીચર્સ તેને બજારમાં અલગ તારવે છે.iPhone Airને એપલના ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર અબીદુર ચૌધરીએ રજૂ કર્યું. તેમણે કહ્યું, “અમારો ધ્યેય એવું iPhone બનાવવાનો હતો જે ભવિષ્યનું પ્રતીક બને. અત્યાર સુધીનું સૌથી પાતળું iPhone છે, જેમાં Pro જેવી શક્તિ છે. અનોખા સંયોજનને અનુભવવા માટે તમારે તેને હાથમાં લેવું પડશે.
Abidur Chowdhury  એપલના ડિઝાઇનનો નવો ચહેરોઅબીદુર ચૌધરીનો જન્મ લંડનમાં થયો અને તેઓ બાંગ્લાદેશી મૂળના છે. હાલ તેઓ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં એપલ સાથે ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર તરીકે કામ કરે છે. તેમણે યુનાઇટેડ કિંગડમની લોફબોરો યુનિવર્સિટીમાંથી પ્રોડક્ટ ડિઝાઇન અને ટેક્નોલોજીમાં ડિગ્રી મેળવી. તેમણે કેમ્બ્રિજ કન્સલ્ટન્ટ્સ અને કર્વેન્ટા જેવી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરી, અને લેયર ડિઝાઇનમાં ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર તરીકે અનુભવ મેળવ્યો. લંડનમાં ફ્રીલાન્સર તરીકે કામ કર્યા બાદ, 2019માં તેઓ કેલિફોર્નિયા આવ્યા અને એપલ સાથે જોડાયા. હવે તેઓ લગભગ છ વર્ષથી એપલની ડિઝાઇન ટીમનો હિસ્સો છે. ચૌધરીનું કહેવું છે, “લોકોના જીવનને સરળ અને આનંદદાયક બનાવતાં ઉત્પાદનો ડિઝાઇન કરવું એ મારો જુનૂન છે.”
iPhone Airની ખાસિયતોiPhone Air માત્ર 5.5 મિમી જાડું છે, જે તેને એપલનું અત્યાર સુધીનું સૌથી પાતળું સ્માર્ટફોન બનાવે છે. તેની ડિઝાઇન હલકી હોવા છતાં, તે A19 Pro ચિપ સાથે Pro જેવી પાવર આપે છે. એપલનો દાવો છે કે આ ફોનની બેટરી આખો દિવસ ચાલે છે, જે તેને પાવર-એફિશિયન્ટ બનાવે છે. તેમાં 6.5-ઇંચનું Always-On ડિસ્પ્લે છે, જે 120Hz ProMotion રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. ફોનનું સિરેમિક શીલ્ડ તેની ટકાઉપણું વધારે છે, અને તેમાં સિંગલ રીઅર કેમેરા હોવા છતાં શાનદાર ફોટોગ્રાફી અનુભવ આપે છે. iPhone 17 સિરીઝમાં iPhone 17, iPhone 17 Pro, અને iPhone 17 Pro Max પણ સામેલ છે, જે iOS 26 અને Apple Intelligenceથી સજ્જ છે.
Abidur Chowdhury  ભારતમાં કિંમત અને ઉપલબ્ધતાiPhone 17 સિરીઝના પ્રિ-ઓર્ડર 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયા છે, અને રિલીઝ 13 સપ્ટેમ્બર, 2025ના રોજ થશે. ભારતમાં iPhone 17ની કિંમત ₹82,900થી શરૂ થાય છે, જ્યારે iPhone Airની કિંમત ₹1,19,900થી શરૂ થાય છે. આ લોન્ચ સાથે એપલે ફરી એકવાર સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં નવું ધોરણ સ્થાપિત કર્યું છે, જે ડિઝાઇન, ટેક્નોલોજી અને પર્ફોર્મન્સનું અદભૂત સંયોજન રજૂ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *