Maa Shabri Smriti Yatra Yojana : રાજ્યના યાત્રાળુઓ માટે ભગવાન શ્રીરામના દર્શન કરવા અયોધ્યા સુધીની યાત્રા સરળ બને, તે માટે ગુજરાત સરકારે “શ્રીરામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના” શરૂ કરી છે. આ યોજનાનો લાભ 31 ડિસેમ્બર, 2024 સુધી ઉપલબ્ધ છે, અને યાત્રાળુઓ https://yatradham.gujarat.gov.in/SRJApplicantRegistration પર રજિસ્ટ્રેશન કરી શકે છે.
રાજ્ય સરકારની આ પહેલ તદ્દન તે લોકો માટે છે, જેઓ આર્થિક મર્યાદાઓના કારણે અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિનાં દર્શન કરવા જઈ શકતા નથી. આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને 5000 રૂપિયાના રેલવે ભાડા માટે પ્રોત્સાહક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
યોજનાની મહત્વપૂર્ણ લાયકાતો અને શરતો: Maa Shabri Smriti Yatra Yojana
12 વર્ષ અથવા તેથી વધુ વયના ગુજરાતના તમામ નાગરિકો.
અનુસૂચિત જનજાતિ-વનવાસી અને તમામ વર્ગના નાગરિકોને જીવનકાળમાં ફક્ત એક વાર આ યોજનાનો લાભ લેવાની તક મળશે.
રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો:
આધારકાર્ડ
જાતિનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ
આ તમામ દસ્તાવેજો “સ્વપ્રમાણિત” હોવા જોઈએ.
યાત્રાના પુરાવા:
રેલવે ટિકિટ
રોકાણનો પુરાવો અથવા ધર્માદા કરેલી પહોંચ
અયોધ્યા મંદિર સહિતના યાત્રાના 3 રંગીન ફોટોગ્રાફ
આ પુરાવા યાત્રા પૂર્ણ થયા પછી એક મહિનામાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરમાં રજૂ કરવાના રહેશે.
મહત્વપૂર્ણ સૂચનાઓ:
રજિસ્ટ્રેશનમાં દર્શાવેલા સમયગાળા દરમ્યાન જ યાત્રા કરવાની રહેશે.
જો સમયગાળા દરમિયાન યાત્રા ન થાય, તો મંજૂરી આપમેળે રદ થઈ જશે અને નવું રજિસ્ટ્રેશન કરવું પડશે.
અધૂરી અરજી નામંજૂર કરવામાં આવશે, અને બોર્ડનો નિર્ણય આખરી રહેશે.
આ યોજના રાજ્યના નાગરિકોને ભગવાન શ્રીરામના પવિત્ર દર્શન કરવા માટે શ્રેષ્ઠ તક પૂરી પાડે છે. લોકો આ લાભ લેવાની તક ગુમાવ્યા વિના સમયસર અરજી કરે, તે જરૂરી છે.
આ પણ વાંચો – સંસદની બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા, ભાજપના સાંસદના માથામાં ગંભીર ઇજા, રાહુલ ગાંધીએ માર્યો ધક્કો!
આ પણ વાંચો- Baby john માટે વરુણ ધવન એ લીધી કરિયરની સૌથી વધુ ફી, જાણો સલમાન ખાને કેમિયો માટે કેટલો ચાર્જ લીધો