ગોમતીપુરમાં મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 79મા સ્વાતંત્ર્ય દિવસે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

મૈત્રી ફાઉન્ડેશન : આજે ૭૯મા સ્વાતંત્ર્ય દિવસ અને નિખાર સામેત્રિયાના જન્મદિવસ નિમિત્તે  ગોમતીપુર ખાતે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ઉમેદવાર જયેશ પરમારના સહયોગ અને સામાજિક આગેવાનો પ્રકાશ (રોકી સામેત્રિયા), મિતેશ મકવાણા (કાલુ), શરીફ સંધિ, ચિરાગ પરમાર (ચિકાભાઈ), નિખાર સામેત્રિયા, દીપકકુમાર કસાલકર, ભાર્ગવ પરમાર અને અનિલ સોલંકીના સંયુક્ત પ્રયાસોથી વૃક્ષારોપણને સફળ બનાવવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સમુદાયના વિકાસ માટે મૈત્રી ફાઉન્ડેશનની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી. સ્થાનિક સમુદાયના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું, જે ગોમતીપુર વિસ્તારમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે હતું.

આ પ્રસંગે, સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો અને સમાજના તમામ વર્ગોને વૃક્ષારોપણ જેવી પર્યાવરણલક્ષી પહેલમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા

આ પણ વાંચો: સરખેજ જામિઆ હફસા સ્કૂલમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *