ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી દીધી છે મેઘરાજાનું મેઘ તાંડવ કલ્યાણપુર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં તો ભારે વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં પડ્યો હતો.
બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારની આગાહી કરી છે જેમાં 12 જિલ્લાઓમાં મેઘરાજાનું તાંડવ જોના મળશે, અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. બે દિવસ સુધી દ્વારકા જિલ્લાને ઘમરોળ્યા બાદ હવે મેઘરાજાએ કલ્યાણપુર તાલુકામાં ધામા નાખ્યા છે. આજે સવારથી કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત
સરકારના આંકડા મુજબ આજે 22 જુલાઈ 2024, સોમવારે સવારે 8 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા હતા. બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના માણાવદરમાં ત્રણ ઈંચ, રાજકોટના પેટલાદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો- જો તમારો ફોન ચોરાઈ જાય તો UPI ID આ રીતે કરો ડિલીટ,નહીંતર થઇ જશો કંગાળ