અજમેર શરીફ દરગાહ કેસમાં મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન, હિંસા થઇ શકે છે!

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી એ અજમેર શરીફ દરગાહને હિંદુ મંદિર જાહેર કરવાની અરજી પર કડક નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તી એ કહ્યું કે મસ્જિદો અને દરગાહને નિશાન બનાવવાથી રક્તપાત થઈ શકે છે. પૂર્વ CJI પર નિશાન સાધતા મહેબૂબાએ કહ્યું કે તેમના કારણે લઘુમતીઓના ધાર્મિક સ્થળોને લઈને વિવાદાસ્પદ ચર્ચાઓ શરૂ થઈ છે.આ અંગે મહેબૂબાએ ‘X’ પર લખ્યું, “સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે 1947માં અસ્તિત્વમાં રહેલા બંધારણો પર  યથાસ્થિતિ યથાવત રહેશે

તેમ છતાં તેમના (ભૂતપૂર્વ CJI) આદેશથી આ જગ્યાઓના સર્વેનો માર્ગ મોકળો થયો. આનાથી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે તણાવની શક્યતા વધી ગઈ છે.” મહેબૂબાએ સીધો પૂર્વ સીજેઆઈ જસ્ટિસ ચંદ્રચુડ તરફ ઈશારો કર્યો હતો, જેમણે જ્ઞાનવાપીના વૈજ્ઞાનિક સર્વેક્ષણ માટે પરવાનગી આપી હતી. મહેબૂબા મુફ્તીએ તો ત્યાં સુધી કહ્યું કે સંભલમાં તાજેતરની હિંસા એ નિર્ણયનું પરિણામ છે.મુફ્તીએ કહ્યું કે પહેલા મસ્જિદો અને હવે અજમેર શરીફ જેવા મુસ્લિમ ધર્મસ્થાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ લોહીની ખોટનું કારણ બની શકે છે. તેમણે આગળ કહ્યું, “હવે સવાલ એ રહે છે કે, ભાગલાના દિવસોની યાદ અપાવતી સાંપ્રદાયિક હિંસા માટે કોણ જવાબદારી લેશે?”

આ પણ વાંચો –  પોલીસની વેરિફિકેશન રિર્પોટ નેગેટિવ હોવા છંતા પાસપોર્ટ બનશે, હાઇકોર્ટે આપ્યો ચુકાદો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *