Lionel Messi India Visit: વાનખેડે સ્ટેડિયમમાં મેસ્સીનું ભવ્ય સ્વાગત, તેંડુલકરે ભેટમાં આપી વર્લ્ડ કપ જર્સી

Lionel Messi India Visit

Lionel Messi India Visit:  આર્જેન્ટિનાના સુપ્રસિદ્ધ ફૂટબોલર અને ‘ધ GOAT’ તરીકે જાણીતા લિયોનલ મેસ્સી તેમના ત્રણ દિવસના ‘GOAT ઇન્ડિયા’ પ્રવાસના બીજા દિવસે મુંબઈમાં હતા. પ્રવાસના સૌથી મોટા આકર્ષણરૂપે, તેમણે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી, જે રમતગમત જગત માટે એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ. આ મુલાકાત દરમિયાન, સચિને વાનખેડે સ્ટેડિયમ ખાતે મેસ્સીને તેમનું નામ લખેલી ખાસ ટીમ ઇન્ડિયાની જર્સી ભેટ આપી હતી.

Lionel Messi India Visit:  મેસ્સી તેમના સાથી ખેલાડીઓ લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ સાથે સાંજે લગભગ ૫.૩૦ વાગ્યે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતા. મેદાન પર ત્રણેય દિગ્ગજોએ ભારતીય અને આર્જેન્ટિનાના ધ્વજ સાથે પોઝ આપ્યો હતો, જે ભારત-આર્જેન્ટિનાની મિત્રતાનું પ્રતીક બન્યું હતું. સ્ટેડિયમમાં બપોરથી જ ચાહકોની ભારે ભીડ જામી હતી, જે ફૂટબોલના જાદુગરને જોવા આતુર હતી.

આ કાર્યક્રમમાં ભારતના ફૂટબોલ આઇકન સુનીલ છેત્રી પણ જોડાયા હતા. મેસ્સીએ છેત્રી સાથે મુલાકાત કરી અને તેમને સ્મૃતિચિહ્ન તથા પોતાની એક જર્સી ગિફ્ટ કરી હતી. મેસ્સીએ સુઆરેઝ અને ડી પોલ સાથે એક પેડલ ઇવેન્ટમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન, બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ સહિતના સિતારાઓએ છેત્રીની ટીમ સાથે એક ફ્રેન્ડલી મેચ રમી હતી, જે ૧-૧થી ડ્રો રહી હતી.

કાર્યક્રમના અંતે, મેસ્સીએ પેનલ્ટી શૂટઆઉટમાં ભાગ લીધો અને પછી મેદાનનો ચક્કર લગાવ્યો. તેમણે દર્શકોમાં ફૂટબોલ ફેંક્યો અને બાળકો સાથે થોડો સમય ફૂટબોલ પણ રમ્યા હતા. આ હાઇ-પ્રોફાઇલ મુલાકાતમાં મેસ્સીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, તેમજ બોલિવૂડ કલાકારો અજય દેવગન અને કરીના કપૂર સાથે પણ મુલાકાત કરી હતી. સચિને મેસ્સીને પોતાની ૨૦૧૧ વન-ડે વર્લ્ડ કપની જર્સી ભેટ આપી હોવાનું પણ નોંધાયું હતું.

 

આ પણ વાંચો:  ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો: 52 વર્ષનો ઇંતજાર પૂરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *