કોઈપણ પરિવારનો ચૂલો બંધ નહીં રહેવા દઈએ”: ગેસ સંકટ પર ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

Rushikesh Patel Gas News:

Rushikesh Patel Gas News : મધ્ય-પૂર્વ એશિયામાં (Middle East) વણસી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા બજારમાં ભારે અનિશ્ચિતતા સર્જાઈ છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને ગેસના સપ્લાય પર તોળાતા જોખમ વચ્ચે ગુજરાત સરકાર સજ્જ બની છે. રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી છે કે, આંતરરાષ્ટ્રીય કટોકટી ગમે તેટલી ગંભીર હોય, પણ ગુજરાતના કોઈ પણ સામાન્ય નાગરિકનો ‘ચૂલો’ બંધ નહીં રહે.

Rushikesh Patel Gas News: ઘરગથ્થુ ગેસને પ્રાથમિકતા, ઉદ્યોગો પર અંકુશ

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ખાડી દેશોમાંથી આવતા ગેસ અને તેલના પુરવઠામાં વિક્ષેપ પડવાની શક્યતાને જોતા આગોતરી રણનીતિ ઘડવામાં આવી છે. સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ઘરગથ્થુ ગેસ સિલિન્ડર (LPG) નો જથ્થો જાળવી રાખવાની છે. આ માટે સરકારે કઠોર પણ જરૂરી એવા નીચે મુજબના નિર્ણયો લીધા છે:

ઔદ્યોગિક વપરાશમાં કાપ: રાજ્યમાં ગેસની અછત ન સર્જાય તે માટે ઉદ્યોગોને અપાતા ગેસના પુરવઠામાં ૫૦ ટકા સુધીનો કાપ મૂકવાનો નિર્ણય લેવાયો છે.

ફર્ટિલાઈઝર અને ડેરી ક્ષેત્ર: ખેતી માટે જરૂરી ખાતર બનાવતી કંપનીઓ અને દૂધ ઉત્પાદક ડેરીઓમાં અપાતા ગેસ સપ્લાયમાં પણ આશરે ૪૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

કોમર્શિયલ ગેસ: રાહતના સમાચાર એ છે કે હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં વપરાતા કોમર્શિયલ સિલિન્ડરના પુરવઠામાં હાલ કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી.

રાજ્ય સરકારની સતત સમીક્ષા

ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર ગેસ સપ્લાય કરતી કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે. જો આગામી દિવસોમાં વૈશ્વિક પરિસ્થિતિ વધુ વણસે, તો સામાન્ય જનતાના હિતમાં વધુ આકરા પગલાં લેતા પણ સરકાર ખચકાશે નહીં. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગો કરતા સામાન્ય પરિવારની રસોઈને સુરક્ષિત રાખવાનો છે.

 

આ પણ વાંચો: સોમનાથ કોરિડોરના વિસ્થાપિતો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય,બાંધકામની મળશે મંજૂરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *