ધારાસભ્ય અમિત ઠાકરે મકતમપુરા વોર્ડમાં અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટરનું કર્યું ઉદ્વઘાટન

 અમદાવાદના મકતપુરા વોર્ડના નાગરિકો માટે અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટરનું ઉદ્વઘાટન કરવામાં આવ્યું હતું. મકમપુરાના નાગરિકો હવે હેલ્થ સેન્ટરની સેવા લઇ શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલિતનગના હેલ્થ સેન્ટર તથા મર્હુમ હાજી અબદુલમજીદ યાસીનખાન પઠાણના પરિવારના સૌજન્યથી કલાસિક પાર્ક સોસાયટી સામે,દારે સલામ ફ્લેટ પાસે,જુની ભાઠા સ્કૂલ રોડ,ફતેહવાડી પાસે હેલ્થ અને વેલનેસ સેન્ટરનું ઉદ્વઘાટન કરવામાં આવ્યું હતું. વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરે હેલ્થ અને વેલનેસ સેન્ટરનું રિબીન કાપીને ઉદ્વઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે નાગરિકોને સંબોધતા કહ્યું કે આ સેન્ટર તમારા ઘરઆંગણે જ ખોલી ગયું હોવાથી હવે સેવાનો લાભ સરળતાથી ઉઠાવી શકશો.

વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સાથે મકતમપુરા વોર્ડના કોર્પોરેટર જુબેરખાન અબ્દુલમજીદખાન પઠાણ, કોર્પોરેટર હાજીભાઇ મિર્ઝા, કોર્પોરેટર સુહાનાબેન મનસુરી, કોર્પોરેટર જેનબબેન શેખ

નોંધનીય છે કે મકતમપુરાના  મકતમપુરા વોર્ડના કોર્પોરેટર જુબેરખાન અબ્દુલમજીદખાન પઠાણ, કોર્પોરેટર હાજીભાઇ મિર્ઝા, કોર્પોરેટર સુહાનાબેન મનસુરી, કોર્પોરેટર જેનબબેન શેખના સાથ અને સહકાર અને ભારે મહેનત બાદ આજે  હેલ્થ & વેલનેસ સેન્ટરનું ઉદ્વઘાટન થઇ હતું. આ કાર્યક્રમમાં જનાબ સાબીરભાઈ કાબલીવાલા સાહેબ તેઓની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં મર્હુમ અબ્દુલમજીદખાન યાસીનખાન પઠાણના મોટા ભાઈ અને શહીદ પી.એસ.આઈ જે.એમ.પઠાણના પિતા મુનસફખાન યાસીનખાન પઠાણ અને તમામ પરિવારજનો હાજર રહ્યા અને મકતમપુરા વોર્ડના સામાજીક કાર્યકરો અને આજુબાજુમાં રહેતા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યાં અને ડે.હેલ્થ ઓફિસર મીલનભાઈ નાયક સાહેબ, સંકલિતનગર અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. તૃપ્તિબેન અને સ્ટાફગણ હાજર રહ્યાં. આ હેલ્થ & વેલનેસ સેન્ટરથી ફતેહવાડી વિસ્તારમાં રહેતા હજારો નાગરિકોને પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ મળી રહેશે અને લાભ મળશે.

આ પણ વાંચો-   જુહાપુરાના માફિયા બિલ્ડરોના લીધે ગરીબ-મધ્યમવર્ગના પરિવાર પર ડિમોલેશનની લટકતી તલવાર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *