પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત, ગુજરાતના બે મહાનુભાવોને પદ્મશ્રી મળશે

કેન્દ્ર સરકાર દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરે છે. દર વર્ષની પરંપરાનુસાર આ વર્ષે પણ પદ્મ પુરસ્કારોના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજે વિજેતાઓના નામ જાહેર થયા બાદ, માર્ચ અથવા એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એવોર્ડ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજેતાઓને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવશે.

ગુજરાતના બે મહાનુભાવોને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. સાબરકાંઠાના સામાજિક કાર્યકર સુરેશ સોનીને પદ્મશ્રી આપવામાં આવશે, અને સુરેન્દ્રનગર જીલ્લાના ડાંગશિયા ગામના વતની લવજીભાઈ પરમારને કલા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી એનાયત કરવામાં આવશે.

આ ઉપરાંત, મધ્યપ્રદેશના સામાજિક ઉદ્યોગસાહસિક સેલી હોલકર અને મરાઠી લેખક મારુતિ ભુજંગરાવ ચિતમપલ્લીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. નાગાલેન્ડના ખેડૂત એલ હેંગથિંગ અને પુડુચેરીના સંગીતકાર પી દત્ચનમૂર્તિને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.

 પદ્મશ્રી એનાયતની યાદી

  • હરિમાન શર્મા: સલફરજન સમ્રાટ
  • જુમદે યોમગમ ગામલિન: ડ્રગ્સ મુક્તિની નાયિકા
  • દીમા હસાઓ નૃત્ય: જોયનાચરણ બથારી
  • વિલાસ ડાંગરે: હોમિયોપેથ
  • એઝ અલ સબાહ: યોગા-સૈખા
  • નરેન ગુરંગ: નેપાળી ગીત ગુરુ
  • વિલાસ ડાંગરે: હોમિયોપેથ
  • સાઈખાય એજે અલ સબાહ: યોગ
  • રાધા બહિન ભટ્ટ: ગાંધી ઑફ ધ હિલ્સ
  • જોનાસ મસેટી: બ્રાઝિલના વેદાંત ગુરુ
  • જગદીશ જોશીલા: નિમાડીના નોવાલિસ્ટ
  • ભેરુ સિંહ ચૌહાણ: નિર્ગુણ ભક્તિના ભેરુ
  • હરવિંદર સિંહ: કૈથલનો એકલવ્ય
  • પાંડી રામ માનવી: મુરીયા કે માન, બસ્તર કી શાન
  • નિર્મલા દેવી: સુજનીના વૈશ્વિક દેવી
  • નીરજા ભટલા: સર્વાઇકલ કેન્સર ક્રુસેડર
  • મારુતિ ભુજંગરાવ ચિતમપલ્લી: મહારાષ્ટ્રના અરણ્ય ઋષિ
  • ભીમવ્વા દોડ્ડાબલાપ્પા સિલ્કાયતારા: ગોમિયાતાના દાદી
  • સેલી હોલ્કર: હોપના હોલ્કર વણકર
  • બતૂલ બેગમ: ભજનોની બેગમ
  • વેલુ ઇઝી
  • ગોકુલ ચંદ્ર દાસ: માતા દુર્ગોર ધાકી દાસ
  • વિજયલક્ષ્મી દેશમાને: આશા સાથે ઉપચાર
  • ચૈત્રમ દેવચંદ પવાર: જંગલના વનબંધુ
  • લિબિયા લોબો સરદેસાઈ
  • પરમાર લવજીભાઈ નાગજીભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *