મહેમદાવાદના સુજા ખાન કબ્રસ્તાનમાં નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર: ઝીયારત માટે સરળતા રહેશે

સુજા ખાન કબ્રસ્તાન:  મહેમદાવાદનું સૌથી મોટું સુજા ખાન કબ્રસ્તાનના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગટરનું પાણી ઉભરાતું હોવાથી,હાલ હંગામી ધોરણે નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર મામલતદાર કચેરી સાઇડ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવો પ્રવેશદ્વાર મુસ્લિમ બિરાદરોને કબરોની ઝીયારત (ફૂલ-ફાતિયો) માટે સરળતા અને સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત, JCB મશીનો દ્વારા વ્યાપક સફાઈ અને પાર્કિંગ વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં આવ્યો છે, જેનાથી કબ્રસ્તાનનું સૌંદર્ય અને વ્યવસ્થા વધુ સારી બનશે

સુજા ખાન કબ્રસ્તાન :  સુજા ખાન કબ્રસ્તાનના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગટરનું પાણી ઉભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટે નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર બનાવ્યો છે. આ નવો પ્રવેશદ્વાર ખાસ રીતે ઝીયારત માટે આવતા મુસ્લિમ બિરાદરોની સુવિધા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ ગેટની સ્થાપનાથી ગટરની સમસ્યાને કારણે થતી અગવડતા ટળશે, અને મુલાકાતીઓને સ્વચ્છ, સુરક્ષિત અને સરળ પ્રવેશ કરી શકશે. નવો પ્રવેશદ્વાર કબ્રસ્તાનની પવિત્રતા જાળવી રાખશે.

આ પણ વાંચો-   બિહારમાં મતદાર યાદી સુધારણા પર સુપ્રીમ કોર્ટે કહ્યું, મતદાર ID અને આધાર પણ માન્ય હોવા જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *