ગુજરાતમાં સ્કૂલ પ્રવાસ માટે નવા નિયમ જાહેર,બે પોલીસકર્મી પ્રવાસમાં રહેશે હાજર!

ગુજરાતમાં સ્કૂલ પ્રવાસ નિયમ

ગુજરાતમાં સ્કૂલ પ્રવાસ નિયમ – વડોદરામાં હરણી બોટકાંડમાં શાળાના પ્રવાસ દરમિયાન બાળકોના મોતની દુઃખદ ઘટના બાદ ગુજરાત સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કડક પગલાં લીધાં છે. રાજ્ય સરકારે સ્કૂલ પ્રવાસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં હવે દરેક સ્કૂલ પ્રવાસમાં બે યુનિફોર્મધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. જો પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ સામેલ હશે, તો મહિલા પોલીસકર્મીની હાજરી પણ ફરજિયાત રહેશે. આ ઉપરાંત, સ્કૂલ મેનેજમેન્ટે પ્રવાસ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનને અગાઉથી જાણ કરવી પડશે.

વડાપ્રધાનના સૂચન પર અમલ
ગુજરાતમાં સ્કૂલ પ્રવાસ નિયમ – આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ DGP-IGP કોન્ફરન્સમાં આપેલા સૂચનોના અમલ તરીકે લેવામાં આવ્યો છે. પોલીસ મહાનિદેશક (DGP) વિકાસ સહાયે રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને પત્ર લખીને આ નિર્ણયની અમલવારીની સૂચના આપી છે. આ પત્રમાં સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળાઓના આચાર્યોને પણ આ ગાઇડલાઇનનું પાલન કરવા જણાવાયું છે.

નવી ગાઇડલાઇનની મુખ્ય વિગતો
પોલીસ સુરક્ષા: દરેક સ્કૂલ પ્રવાસ, ટૂર, પિકનિક કે મુલાકાત દરમિયાન બે ગણવેશધારી પોલીસકર્મીઓ ફરજિયાત હાજર રહેશે.
મ હિલા પોલીસની હાજરી: જો પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ સામેલ હશે, તો ઓછામાં ઓછી એક મહિલા પોલીસકર્મીની હાજરી ફરજિયાત રહેશે.
પોલીસ સ્ટેશનની જાણકારી: સ્કૂલે પ્રવાસની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનને અગાઉથી જાણ કરવી પડશે અને પોલીસ સાથે સંકલન કરવું પડશે.

આ  પણ વાંચો –  હવે કડી-વિસાવદરમાં ત્રિપાંખિયો નહીં ચતુષ્કોણીય જંગ,બાપુએ જાહેર કર્યા ઉમેદવાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *