ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 6 વિકેટથી હરાવ્યું, કેન વિલિયમસની શાનદાર સદી

ત્રિકોણીય શ્રેણીની બીજી મેચમાં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા એકબીજા સામે ટકરાયા. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 300 થી વધુ રન બનાવ્યા. આમ છતાં, ન્યુઝીલેન્ડની ટીમે તેમને હરાવ્યા. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, ન્યુઝીલેન્ડે 8 બોલ બાકી રહેતા 6 વિકેટે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ તરફથી અનુભવી બેટ્સમેન કેન વિલિયમસને અણનમ સદી ફટકારી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકા માટે, મેથ્યુ બ્રિત્ઝકેએ પોતાના વનડે ડેબ્યૂમાં 150 રન બનાવ્યા હતા.

કોનવે-વિલિયમસન વચ્ચે 187 રનની ભાગીદારી
પ્રથમ બેટિંગ કરતા, દક્ષિણ આફ્રિકાએ 6 વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા. ૩૦૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ન્યુઝીલેન્ડની ટીમને સારી શરૂઆત મળી. ડેવોન કોનવે અને વિલ યંગ વચ્ચે 50 રનની ભાગીદારી થઈ. આ સ્કોર પર, યંગ 19 રન બનાવીને આઉટ થયો. આ પછી કેન વિલિયમસન અને કોનવે વચ્ચે187 રનની રેકોર્ડ ભાગીદારી થઈ. કોનવેએ ૧૦૭ બોલમાં ૯ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૯૭ રન બનાવ્યા.

વિલિયમસને સદી ફટકારી, આ બાબતમાં કોહલીને હરાવ્યો
વિલિયમસન કોનવેથી એક ડગલું આગળ ગયો. તેણે ૧૧૩ બોલમાં ૧૩૩ રનની ઝડપી ઇનિંગ રમી. આ રેકોર્ડ ઇનિંગમાં કેને ૧૩ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. આ કેનની ODI માં 14મી સદી છે. તેણે પોતાના 7 હજાર ODI રન પણ પૂરા કર્યા છે. કેને વિરાટ કોહલીનો સૌથી ઝડપી 7 હજાર વનડે રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિલિયમસને તેની ૧૫૯મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી. જ્યારે કોહલીએ ૧૬૧ ઇનિંગ્સમાં ૭ હજાર વનડે રન પૂરા કર્યા. આ બાબતમાં દક્ષિણ આફ્રિકાનો હાશિમ અમલા નંબર વન છે. તેણે આ રેકોર્ડ ૧૫૦ ઇનિંગ્સમાં બનાવ્યો હતો.

ડેબ્યુટન્ટ મેથ્યુ બ્રિત્ઝકે 150 રન બનાવીને આ રેકોર્ડ બનાવ્યો
દક્ષિણ આફ્રિકા મેચ હારી ગયું હોવા છતાં, મેથ્યુ બ્રિત્ઝકે, પોતાની પહેલી વનડે રમીને, બધાનું દિલ જીતી લીધું. તેણે ૧૪૮ બોલમાં ૫ છગ્ગા અને ૧૧ ચોગ્ગાની મદદથી ૧૫૦ રન બનાવ્યા. મેથ્યુ હવે ડેબ્યૂ વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેમના પહેલા આ રેકોર્ડ ડેસમંડ હેન્સના નામે હતો, જેમણે 1978માં પોતાની પહેલી વનડેમાં 148 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *