Nita Ambani Ram Name Saree : રામ નવમીના પવિત્ર અવસરે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનો એક ખૂબ જ સુંદર અને પરંપરાગત લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નીતા અંબાણીએ તાજેતરમાં જ ઓડિશાની કેઆઈઆઈટી યુનિવર્સિટીમાંથી માનદ ડોક્ટરેટની ડિગ્રી હાંસલ કરી છે. આ ખાસ સન્માન સમારોહ માટે તેમણે એક અત્યંત વિશેષ ‘બાંધા ઇકત’ સાડી પહેરી હતી, જેની ડિઝાઇન અને વિશેષતાઓની ચર્ચા હાલ દરેક જગ્યાએ થઈ રહી છે.
View this post on Instagram
Nita Ambani Ram Name Saree : નીતા અંબાણીની આ ખાસ સાડીની વિશેષતાઓ
રામ નામ અને સિદ્ધ મંત્રો: આ સુંદર બ્રાઉન કલરની સાડી પર અલગ અલગ ભાષાઓમાં ‘રામ’ નામ લખેલું હતું. આ ઉપરાંત સાડીના પાલવ પર ઓડિયા ભાષામાં રામ મંત્રો અને અન્ય કેટલાક સિદ્ધ મંત્રો પણ વણાયેલા હતા.
બે વર્ષની મહેનત: આ અદભુત સાડી તૈયાર કરવામાં કારીગરોને પૂરા બે વર્ષનો સમય લાગ્યો હતો. તેને સંપૂર્ણપણે નેચરલ ડાય એટલે કે કુદરતી રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. સાડી પર રામ શિલાથી પ્રેરિત ડિઝાઇન બનાવવામાં આવી હતી.
ઓડિશાની પારંપરિક કળા: નીતા અંબાણીએ ઓડિશાની યુનિવર્સિટીમાંથી ડિગ્રી લેતી વખતે ત્યાંની જ પ્રખ્યાત બાંધા ઇકત સાડી પસંદ કરી હતી. આ સાડી તેમની બ્રાન્ડ સ્વદેશના વણકર શ્રી હરિશંકર મહેર દ્વારા વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવી હતી.

સુંદર જ્વેલરી અને લુક: આ ક્લાસિક સાડી સાથે તેમણે મેચિંગ ગોળ ગળાનું સિમ્પલ બ્લાઉઝ પહેર્યું હતું. સાથે જ પોલ્કી કુંદન ઇયરિંગ્સ, ગળામાં માળા, હાથમાં બંગડીઓ અને વાળમાં ગજરો નાખીને પોતાનો ટ્રેડિશનલ લુક પૂરો કર્યો હતો.
નીતા અંબાણી હંમેશા તેમના ભારતીય પહેરવેશ અને સંસ્કૃતિ પ્રત્યેના લગાવ માટે જાણીતા છે. રામ નવમીના આ શુભ પર્વ પર તેમનો આ સનાતની અવતાર અને સાદગી લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
આ પણ વાંચો: ઓસ્કાર આફ્ટર-પાર્ટીમાં પ્રિયંકા ચોપરા અને ઈશા અંબાણીના ગ્લેમરસ લુકે લૂંટી મહેફિલ

