નોળિયાએ સેકન્ડમાં જ કોબ્રાને કચડી નાંખ્યો, જુઓ વીડિયો

સાપ અને નોળિયા વચ્ચેની દુશ્મનાવટ જાણીતી છે. જ્યારે પણ આ બંને સામસામે આવે છે ત્યારે તરત જ હુમલો કરી દે છે. પરંતુ બંને વચ્ચેની લડાઈમાં સાપ થોડો નબળો પડી જાય છે અને હંમેશા નોળિયા સાથે ન લડવાનો પ્રયત્ન કરે છે. જો નોળિયો સામે આવે છે, તો સાપ બંને વચ્ચે લડાઈ ટાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. પરંતુ તેનાથી વિપરિત, નોળિયો સાપને જોતા જ તેને પડકારવા પહોંચી જાય છે. ભલે સાપ ખાડામાં ઘૂસી ગયો હોય. જો નોળિયાને આનો સંકેત મળે છે, તો તે લડવા માટે ત્યાં પણ પહોંચી જાય છે. હાલમાં જ એક એવો જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

આમાં આપણે જોઈશું કે જ્યારે નોળિયાને સંકેત મળ્યો  કે સાપ ખાડામાં આરામ કરી રહ્યો હતો કે તરત જ ગોળીની ઝડપે છિદ્રમાં પ્રવેશી ગયો. અહીં નોળિયાને સામે જોતાં જ સાપ તરત જ સક્રિય થઈ ગયો. તે પોતાની જાતને બચાવવા અને નોલિયાને ભગાડવાનો પ્રયત્ન કરતો રહે છે. પણ બિચારો નોળિયાની ઝડપ સામે કંઈ કરી શક્યો નહિ. આમાં આપણે જોઈશું કે કિંગ કોબ્રા નોળિયાને કરડવાની કોશિશ કરે છે, પરંતુ તે આવું કરે તે પહેલાં જ તેનો મોંહ પકડાઈ જાય છે. નોળિયો થોડી જ સેકન્ડોમાં સાપને કચડી નાંખે છે  . આ પછી તે આરામથી તેના પર બેસી જાય છે. આ ફ્રેમમાં એક એવું દ્રશ્ય છે જે કોઈપણને ચોંકાવી દેશે.

આ પણ વાંચો –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *