Operation Sindoor- . ભારતીય સેનાએ 25 મિનિટમાં 21 સ્થળોએ હુમલો કર્યો અને પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. આ કાર્યવાહીમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે પાકિસ્તાની સેનાના અધિકારીઓએ પોતે આ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો અને તેમનો શોક વ્યક્ત કર્યો હતો.
પાકિસ્તાન આતંકવાદ –આતંકવાદીઓના જનાજા માં બેશર્મ પાકિસ્તાની સેના સામેલ થઈ.
ઓપરેશન સિંદૂર પછી સામે આવેલા ચિત્રોએ ફરી એકવાર પાકિસ્તાનના આતંકવાદ સાથેના સંબંધોનો પર્દાફાશ કર્યો. લશ્કર-એ-તૈયબાના મુખ્ય મથક મુરીદકે ખાતે માર્યા ગયેલા આતંકવાદીઓ માટે જનાજો કાઢવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાની સૈન્ય અધિકારીઓએ પોતે ભાગ લીધો હતો. તેઓ હાથ જોડીને, માથું નમાવીને ઉભા હતા, અને કેટલાક સ્પષ્ટપણે રડતા દેખાતા હતા.
आतंकियों की मौत पर पाकिस्तानी सेना रो रही है. pic.twitter.com/1K2m1AKwip
— Priya singh (@priyarajputlive) May 7, 2025
Operation Sindoor -આ આતંકવાદી જનાજા લશ્કર કમાન્ડર અબ્દુલ રઉફ પણ હાજર હતો. આ એ જ સેના છે જે દુનિયા સામે આતંકવાદ સામે લડવાની વાત કરે છે, પરંતુ જમીન પર તેને આતંકવાદીઓના ભાગીદાર તરીકે ઉભી જોવામાં આવી હતી.
ભારતે ઓપરેશન સિંદૂર કેમ શરૂ કર્યું?
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ ઓપરેશન પાછળની રણનીતિ અને હેતુ સ્પષ્ટ કર્યો.
આ પણ વાંચો – india airstrike: ભારતની એરસ્ટ્રાઇકમાં 30થી વધુ આતંકવાદીઓના મોત,35થી વધુ ઘાયલ