રાજકોટના ગોંડલમાં હનીટ્રેપ કાંડ: પદ્મિનીબા વાળા સહિત ચારની ધરપકડ

ગોંડલ શહેરમાં નિવૃત્ત વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને પૈસાની માંગણી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોંડલ પોલીસએ રાજકારણમાં સક્રિય રહેલી અને ક્ષત્રિય સમાજની આગેવાન તરીકે ઓળખાતી પદ્મિનીબા વાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતી તેજલબેન છૈયા હજુ સુધી પોલીસના હાથે લાગી નથી. ગોંડલના…

Read More

અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: સોશિયલ મીડિયા પોસ્ટ લાઈક કરવી ગુનો નથી

સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ લાઈક કરવી એ ગુનો ગણાય કે નહીં? આ સવાલનો જવાબ અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં આપેલા એક મહત્વના ચુકાદામાં આપ્યો છે. ઈમરાન ખાન નામના વ્યક્તિ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસે એક ઉશ્કેરણીજનક પોસ્ટ લાઈક કરવાના આરોપમાં આઈટી એક્ટની કલમ 67 હેઠળ કેસ નોંધ્યો હતો. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર પોસ્ટ લાઈક કરવાથી…

Read More

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતા 3 લોકોના મોત,શ્રીનગરનો હાઇવે બંધ!

રવિવારે  જમ્મુ-કાશ્મીરમાં આકાશમાંથી આફત આવી. કુદરતે વિનાશ સર્જ્યો છે. રામબનના સેરી બગના વિસ્તારમાં વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. અનેક લોકોના ઘર પાણીમાં ગરકાવ થઇ ગયા અને 3 લોકોના મોત નિપજ્યા હતા. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. સેંકડો વાહનો ફસાયા છે. કિશ્તવાડ-પદ્દાર રોડ પણ બંધ છે….

Read More

લખનૌએ ભારે રોમાંચક મેચમાં રાજસ્થાનને બે રનથી હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 19 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં લખનૌની ટીમે છેલ્લી ઓવરના રોમાંચમાં 2 રનથી મેચ જીતી લીધી હતી. છેલ્લી ઓવરમાં રાજસ્થાનને જીતવા માટે 9 રનની જરૂર હતી. પરંતુ અવેશ ખાને શાનદાર બોલિંગ કરીને પોતાની ટીમને 2 રને જીત અપાવી હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ…

Read More

નવસારીમાં ટેન્કર પલટતા રસ્તા પર પેટ્રોલ-ડીઝલની રેલમછેલ

નવસારી જિલ્લાના ગણદેવી રોડ પર  એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. રાજહંસ સિનેમા નજીક હાઈવે પર ગાય અચાનક રસ્તા વચ્ચે આવી જતા ટેન્કર ચલાવે રહેલા ડ્રાઈવરને ડિવાઈડર દેખાયો નહીં અને તેનું નિયંત્રણ ગુમાતાં ટેન્કર પલટી ગયું હતું. આ ટેન્કરમાં અંદાજે 8 હજાર લિટર પેટ્રોલ અને 4 હજાર લિટર ડિઝલ ભરેલું હતું, જે માર્ગ પર…

Read More

મહારાષ્ટ્રમાં બદલાશે રાજનીતિના સમીકરણ, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે આવશે એકસાથે!

હાલમાં મહારાષ્ટ્રમાં ધર્મ અને મરાઠીને લઈને વાતાવરણ ગરમાયું છે. શિક્ષણ ક્ષેત્રે હિન્દીને ફરજિયાત બનાવવાની નીતિએ રાજ્યના રાજકારણ પર અલગ અસર કરી છે. હંમેશા એકબીજાના વિરોધી રહેતા બંને પક્ષોના નેતૃત્વએ અચાનક જ સમાધાનના સંકેત આપ્યા છે. રાજકારણ ક્યારે અને કેવી રીતે બદલાશે તે કોઈ કહી શકતું નથી. હવે ‘એક તક છે અને રિવાજ પણ છે’ એવું…

Read More

વિસાવદર અને કડીની પેટા ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે,AAP સાથે ગઠબંધન નહીં

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે શુક્રવારે જણાવ્યુ હતુ કે આગામી પેટાચૂંટણીઓમાં પાર્ટી બે બેઠકો – વિસાવદર અને કડી – પરથી પોતાનાં ઉમેદવારો સ્વતંત્ર રીતે ઉભા રાખશે અને આમ આદમી પાર્ટી (AAP) સાથે કોઈ બેઠકો વહેંચશે નહીં. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી રાજકીય બાબતોની સમિતિની બેઠકના સમાપન પછી ગોહિલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે…

Read More

અમદાવાદમાં AMC લગાવશે 2,500 નવા CCTV કેમેરા,શહેરની સુરક્ષા વધુ મજબૂત માટે લીધો નિર્ણય

અમદાવાદ શહેરમાં જાહેર સલામતી અને આરોગ્યસંભાળ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે યોજાઈ હતી. બેઠકમાં અનેક વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેમાં નવા CCTV કેમેરા લગાવવાનો નિર્ણય, હોસ્પિટલોની ક્ષમતા વધારવાનો અભિગમ અને અંગદાન અંગે જાગૃતિ ઝુંબેશનો સમાવેશ થાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરાત કરી હતી કે શહેરમાં 2,500…

Read More

ભાજપ સાંસદનો મોટું નિવેદન, ‘જો સુપ્રીમ કોર્ટ કાયદો બનાવશે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ’

વકફ એમેન્ડમેન્ટ એક્ટને લઈને દેશભરમાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબે નું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જો કાયદો સુપ્રીમ કોર્ટ બનાવે છે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી પોસ્ટમાં આ નિવેદન આપ્યું છે. અગાઉ,…

Read More

કેન્દ્રીય મંત્રીએ અનુરાગ કશ્યપની બ્રાહ્મણો વિશેની ટિપ્પણી પર આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું….

બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક અનુરાગ કશ્યપની બ્રાહ્મણો વિશેની ટિપ્પણીથી મોદી સરકારના મંત્રી સતીશ ચંદ્ર દુબે એટલા દુખી છે કે તેમણે તેમને સીધી ધમકી આપી છે. કેન્દ્રીય મંત્રી સતીશ ચંદ્ર દુબેએ અનુરાગ કશ્યપને “સસ્તો બદમાશ” કહ્યો છે અને બીજી ઘણી વાંધાજનક વાતો કહી છે. જો કે અનુરાગ કશ્યપે હવે માફી માંગી લીધી છે, પરંતુ તેણે પોતાના નિવેદનમાં…

Read More