Pakistan Army chief Gen Asim Munir Field Marshal- ભારત સામે હારનો સામનો કર્યા બાદ પણ પાકિસ્તાનમાં ઉજવણીનો માહોલ છે. ત્યાંની શાહબાઝ સરકાર જીતનો દાવો કરીને ખોટી માહિતીના આધારે જનતાને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરવામાં સફળ રહી. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ અનેક પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નુકસાન પહોંચાડ્યું અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. જોકે, આના જવાબમાં પાકિસ્તાને તેના આર્મી ચીફ અસીમ મુનીરને બઢતી આપી.
Pakistan Army chief Gen Asim Munir Field Marshal- પાકિસ્તાનની કેબિનેટે મંગળવારે એક મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાન એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુનો સેવા કાર્યકાળ પણ સર્વાનુમતે લંબાવવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં ફિલ્ડ માર્શલનો ક્રમ પાકિસ્તાન સશસ્ત્ર દળોમાં સર્વોચ્ચ ક્રમ છે. જનરલ અસીમ મુનીર દેશના ઇતિહાસમાં બીજા ફિલ્ડ માર્શલ બન્યા છે, આ પહેલા અયુબ ખાને 1959-1967 દરમિયાન આ પદ સંભાળ્યું હતું.
પાકિસ્તાન સતત પ્રચાર યુદ્ધ ચલાવી રહ્યું છે. શાહબાઝ સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી તે દુનિયાને સંદેશ આપી શકે કે આર્મી ચીફ મુનીરે પાકિસ્તાનને જીત અપાવી છે. એટલા માટે તેમને બઢતી આપવામાં આવી છે. પણ સત્ય તેનાથી વિપરીત છે. કારણ કે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને જ્યાં ઇચ્છ્યું ત્યાં હુમલો કર્યો અને ટેરરિસ્તાન કંઈ કરી શક્યું નહીં.
ફિલ્ડ માર્શલ બન્યા પછી આસીમ મુનીરે શું કહ્યું?
શાહબાઝ સરકાર દ્વારા ફિલ્ડ માર્શલ બનાવ્યા બાદ, આસીમ મુનીરે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું, ‘ફિલ્ડ માર્શલનું સન્માન મેળવવા બદલ હું અલ્લાહનો આભારી છું. હું આ સન્માન સમગ્ર રાષ્ટ્ર, સશસ્ત્ર દળો, નાગરિકો, લશ્કરી શહીદો અને ગાઝીઓને સમર્પિત કરું છું. મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અ
કોણ છે આસીમ મુનીર?
અસીમ મુનીર 2022 થી પાકિસ્તાનના આર્મી ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ પાકિસ્તાનના 11મા આર્મી ચીફ છે. આર્મી ચીફ બનતા પહેલા, તેઓ GHQ માં ક્વાર્ટરમાસ્ટર જનરલ તરીકે પોસ્ટેડ હતા.મુનીરે ૧૯૮૬ માં પોતાની લશ્કરી કારકિર્દી શરૂ કરી હતી અને હવે ૨૦૨૫ માં ફિલ્ડ માર્શલ બન્યા. તેમને નિશાન-એ-ઇમ્તિયાઝ, હિલાલ-એ-ઇમ્તિયાઝ અને સ્વોર્ડ ઓફ ઓનર (પાકિસ્તાન) થી પણ નવાજવામાં આવ્યા છે.
આ પણ વાંચો – વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત: ઓપરેશન સિંદૂર બાદ PM મોદીનો પ્રથમ પ્રવાસ