પાકિસ્તાનની ટ્રાઇ સીરઝ ફાઇનલમાં હાર –ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રિકોણીય શ્રેણી રમાઈ હતી. જેની ફાઈનલ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે હતી, જેમાં ન્યુઝીલેન્ડે સરળતાથી પાંચ વિકેટે જીત મેળવી હતી. પાકિસ્તાની ટીમને ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પણ તેને ઘરઆંગણે ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પાકિસ્તાનના બોલરો અને બેટ્સમેનો બિનઅસરકારક રહ્યા હતા.
પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી
પાકિસ્તાનની ટ્રાઇ સીરઝ ફાઇનલમાં હાર –ફાઇનલમાં પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. તેણે વિચાર્યું હશે કે છેલ્લી મેચમાં ટીમે જે પ્રકારની બેટિંગ કરી હતી. હવે પણ એ જ કરશે. પરંતુ પ્રથમ બેટિંગ કરવાની તેની ચાલ ઉલટી પડી. પાકિસ્તાન તરફથી કોઈ બેટ્સમેન ટકાઉ બેટિંગ કરી શક્યો નહોતો. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે ફખર ઝમાન (10 રન) અને સુપર સ્ટાર બેટ્સમેન બાબર આઝમ માત્ર 29 રન બનાવી શક્યા હતા. પાકિસ્તાને માત્ર 53 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
પાકિસ્તાની ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી
ત્રણ વિકેટ પડ્યા બાદ મોહમ્મદ રિઝવાન અને સલમાન અલી આગાએ રન બનાવવાની જવાબદારી લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. રિઝવાને 46 અને સલમાને 46 રન બનાવ્યા હતા. તૈયબ તાહિરે 38 રન બનાવ્યા હતા. બાકીના બેટ્સમેનો સારુ પ્રદર્શન કરી શક્યા ન હતા. આ કારણે પાકિસ્તાન સંપૂર્ણ 50 ઓવર પણ રમી શક્યું ન હતું અને માત્ર 242 રન સુધી જ સીમિત રહી ગયું હતું.
વિલિયમ ઓ’રોર્કે ચાર વિકેટ લીધી હતી
ન્યૂઝીલેન્ડ માટે વિલિયમ ઓ’રર્ક સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 43 રનમાં 4 વિકેટ લીધી હતી. માઈકલ બ્રેસબેલ અને મિશેલ સેન્ટનરે બે-બે વિકેટ લીધી હતી. આ ખેલાડીઓએ પાકિસ્તાની બેટ્સમેનોને હાથ ખોલવાની તક આપી ન હતી.
અબરાર અહેમદે ઘણા રન આપ્યા હતા
ડેવોન કોનવે, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ અને ટોસ લાથમ ન્યુઝીલેન્ડ માટે સૌથી મોટા હીરો સાબિત થયા. આ ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડને મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મિશેલે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. જ્યારે લાથમે 56 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાનના બોલરો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. અબરાર અહેમદે 10 ઓવરમાં 67 રન આપ્યા હતા. જ્યારે સલમાન અલી આગાએ 10 ઓવરમાં 45 રન આપ્યા હતા.ત્રિકોણીય શ્રેણીમાં, પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલ સહિત બે મેચ હારી ગયું છે. જ્યારે પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ મેચ 19 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. આવી સ્થિતિમાં બે મેચ હારવી તેના માટે બિલકુલ સારી નિશાની નથી.
આ પણ વાંચો- અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને PM મોદીએ આપ્યું મોટું નિવેદન…