ધારીના મદરેસાના મૌલવીનું પાકિસ્તાની કનેક્શન? ATS કરી રહી છે પુછપરછ

ધારી મદરેસાના મૌલવી

 ધારી મદરેસાના મૌલવી- અમરેલીના ધારી (Dhari Madrasa) તાલુકાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસામાં રહેલા મૌલવીનો પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની શંકાને લઈને ભારે દોડધામ મચી ગઈ હતી. ગુજરાત ATS અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ઝડપથી કાર્યવાહી કરીને મૌલવીને અમદાવાદ સ્થિત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ઓફિસે લાવવામાં આવ્યો છે જ્યાં હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

પકડાયેલો મૌલવી કોણ?
ધારી મદરેસાના મૌલવી – મદરેસામાં રહેતો મૌલવી મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ, એસઓજીની પ્રાથમિક તપાસમાં બિનકાયદેસર વસવાટ કરતા હોવાનું સામે આવ્યું. તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો જ્યાં તેણે પોતાને અમદાવાદના જુહાપુરાનો રહેવાસી બતાવ્યો હતો. પુરાવા ના હોવાને કારણે તેને વધુ તપાસ માટે અમદાવાદ ATS કચેરી લઈ જવાયો હતો.

પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો
પોલીસે જ્યારે મૌલવીનો મોબાઇલ ચકાસ્યો ત્યારે તેમાં પાકિસ્તાનમાંથી સંચાલિત સોશિયલ મીડિયા ગ્રુપો સાથે કનેક્શન મળ્યું. આ ગ્રુપમાં અરબી ભાષામાં મેસેજ આપ-લે થતી હતી અને જેમાં પાકિસ્તાન તથા બાંગ્લાદેશના સભ્યો હોવાની વિગતો સામે આવી. પોલીસે આ મેસેજનું ભાષાંતર કરાવતાં એ લાગ્યું કે મેસેજોમાં શંકાસ્પદ માહિતીનો જથ્થો હતો.

એસપી સંજય ખરાત શું કહે છે?
અમરેલી એસપી સંજય ખરાતે જણાવ્યું હતું કે, “મૌલવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. તેની વિગતો મેળવવા માટે તપાસ ચાલુ છે અને આગળ મોટા ખુલાસા શક્ય છે.

 

આ પણ વાંચો-  પાકિસ્તાનમાં દહેશત, પ્રજાને બે મહિનાનો રાશન સ્ટોક કરવાનો કર્યો આદેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *