લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશી નરવાલ ટ્રોલ – ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશી નરવાલને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી છે. ખરેખર, હિમાંશીએ દેશવાસીઓને મુસ્લિમો અને કાશ્મીરીઓ પ્રત્યે નફરત ન ફેલાવવાની અપીલ કરી હતી, ત્યારબાદ કેટલાક લોકોએ તેની ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો અને તેને નિશાન બનાવી. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ આ મુદ્દા પર કડક વલણ અપનાવ્યું છે અને ટ્રોલિંગની નિંદા કરી છે, તેને “અસ્વીકાર્ય” ગણાવ્યું છે.
લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશી નરવાલ ટ્રોલ- રાષ્ટ્રીય મહિલા આયોગે કહ્યું છે કે કોઈપણ મહિલાને તેના વૈચારિક અભિવ્યક્તિ અથવા અંગત જીવનના આધારે ‘ટ્રોલ’ કરવી યોગ્ય નથી. હિમાંશીએ ગુરુવારે કહ્યું હતું કે, “અમે નથી ઇચ્છતા કે લોકો મુસ્લિમો અને કાશ્મીરીઓને નિશાન બનાવે અમે શાંતિ ઇચ્છીએ છે” હિમાંશીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને ટ્રોલ કરવામાં આવી હતી. ‘X’ પર જારી કરાયેલા એક નિવેદનમાં, NCW એ હિમાંશીના ‘ટ્રોલિંગ’ની નિંદા કરી.
આ પણ વાંચો – ચાલુ મેચ દરમિયાન બેટસમેનના ખિસ્સામાંથી મોબાઇલ ફોન પડ્યો! જુઓ વીડિયો