નવસારી જિલ્લાના ગણદેવી રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. રાજહંસ સિનેમા નજીક હાઈવે પર ગાય અચાનક રસ્તા વચ્ચે આવી જતા ટેન્કર ચલાવે રહેલા ડ્રાઈવરને ડિવાઈડર દેખાયો નહીં અને તેનું નિયંત્રણ ગુમાતાં ટેન્કર પલટી ગયું હતું.
આ ટેન્કરમાં અંદાજે 8 હજાર લિટર પેટ્રોલ અને 4 હજાર લિટર ડિઝલ ભરેલું હતું, જે માર્ગ પર વહી જતા સમગ્ર રસ્તો પર ઇંધણની નદી જોવા મળી હતી. ઘટનાને પગલે તાત્કાલિક ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો અને આસપાસના વિસ્તારોમાં અવરજવર પર અસર પડી હતી.સૂચના મળતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ લાગવાની શક્યતાને ધ્યાને લઈ સુરક્ષાત્મક પગલાં લીધા. સાથે જ નવસારી ગ્રામ્ય પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લેવાનું કામગીરી આરંભી.સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી, પરંતુ આ ઘટનાએ માર્ગ પર ખુલ્લા જાનવરોના જોખમ સામે સવાલ ઊભા કર્યા છે.