ઇકરા ફાઉન્ડેશન હાડગુડના સહયોગથી અને સી.વી.એમ યુનિવર્સિટી સંચાલિત રીટા એ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના સૌજન્યથી હાડગુડ ગામે તદ્દન મફત ફિઝિયોથેરાપી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 101 પુરુષો અને મહિલાઓએ ભાગ લીધો, જેમને સ્નાયુનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, સંધિવા, ઘૂંટણનો ઘસારો, ફ્રોઝન શોલ્ડર અને ગાદીના દુખાવા જેવી સમસ્યાઓનું ફિઝિયોથેરાપી દ્વારા સફળ નિદાન અને સારવાર કરવામાં આવી હતી.
ઇકરા ફાઉન્ડેશન – કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્વેની શાહના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરાયું હતું. ડૉ. હિમાલી શાહ અને ડૉ. કૃશાંત પટેલે દર્દીઓની સારવાર કરી અને યોગ્ય ખોરાક તેમજ રોજિંદી કસરત અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઇકરા ફાઉન્ડેશનના સભ્યો હાજી આયતુલાહ સૈયદ અને ઇકબાલ સૈયદ અને અઝહર સૈયદે મહત્વની ભૂમિકા ભજવી.
આ કેમ્પની વિશેષતા એ હતી કે દર્દીઓ માટે દસ દિવસ સુધી મફત ફિઝિયોથેરાપી સારવાર માટે સી.વી.એમ યુનિવર્સિટી દ્વારા અલગ બસ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સેવા બદલ ઇકરા ફાઉન્ડેશન અને હાડગુડના રહેવાસીઓએ સી.વી.એમ યુનિવર્સિટીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો
આ પણ વાંચો – અમવા અને રઝા એકેડમી દ્વારા આયોજિત “VACATION HANDWRITINE COURSE 2025″ની પૂર્ણાહુતિ