કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાનીના લીધે PM મોદીએ પ્રોટોકોલ તોડી એરર્પોટ પહોંચ્યા!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે પ્રોટોકોલ તોડીને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાનીનું સ્વાગત કરવા ઈન્દિરા ગાંધી એરપોર્ટ પહોંચ્યા હતા. આવા પ્રસંગો ભાગ્યે જ જોવા મળે છે જ્યારે પીએમ મોદી પોતે કોઈ વિદેશી રાજ્યના વડાને આવકારવા એરપોર્ટ પર જાય છે. પરંતુ PMએ ભારત અને કતાર વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે મોટું દિલ બતાવ્યું છે.

કતારના અમીર બે દિવસીય ભારતની મુલાકાતે છે

કતારના અમીર અલ-થાની બે દિવસની સરકારી મુલાકાતે ભારત આવ્યા છે. આ દરમિયાન તેઓ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે અને આ દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વના કરારો પર હસ્તાક્ષર પણ થઈ શકે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કતારના અમીરનું મંગળવારે રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. કતારના અમીર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે.

અલ-થાની વડાપ્રધાન મોદીના આમંત્રણ પર તેમની બીજી ભારત મુલાકાતે આવ્યા છે. અગાઉ તેઓ માર્ચ 2015માં દિલ્હી ગયા હતા. તાજેતરના વર્ષોમાં ભારત અને કતાર વચ્ચે વેપાર, રોકાણ, ઉર્જા, ટેક્નોલોજી, સંસ્કૃતિ સહિતના અનેક ક્ષેત્રોમાં મજબૂત સંબંધો સ્થાપિત થયા છે. આ મુલાકાત દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ કરારો પર પણ મહોર લાગી શકે છે. કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની વિશ્વના 9મા સૌથી ધનિક શાસક છે, તેમની પાસે લગભગ $335 બિલિયનની સંપત્તિ છે.

કોણ છે તમીમ બિન અલ-થાની?

3 જૂન, 1980ના રોજ દોહા, કતારમાં જન્મેલા તમીમ બિન અલ-થાની તેમના પિતા શેખ હમદ બિન ખલીફા અલ-થાનીના અનુગામી 25 જૂન, 2013ના રોજ કતારના અમીર બન્યા હતા. બ્રિટનમાં ભણેલા તમીમ બિન હમદ કતારની સેનામાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. 44 વર્ષીય તમીમ માત્ર કતારના સૌથી યુવા અમીર નથી પરંતુ તેની ગણતરી વિશ્વના સૌથી યુવા રાષ્ટ્રાધ્યક્ષોમાં પણ થાય છે. તેણે ત્રણ વખત લગ્ન કર્યા છે અને તેને અલગ-અલગ પત્નીઓથી 13 બાળકો છે.

બ્રિટનમાંથી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરીને કતાર પરત ફર્યા બાદ તમીમને 2003માં ક્રાઉન પ્રિન્સ બનાવવામાં આવ્યો હતો. આ પછી, 2009 માં તેમને આર્મીમાં ડેપ્યુટી કમાન્ડર ઇન ચીફનું પદ મળ્યું. રમતગમતમાં રસ ધરાવતા તમિમને 2006માં કતારમાં યોજાયેલી એશિયન ગેમ્સના સફળ આયોજન બાદ વૈશ્વિક સ્તરે ઓળખ મળી હતી. આ પછી, તેમના નેતૃત્વમાં, કતારમાં 2022 ફિફા વર્લ્ડ કપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

પિતાએ ઓફિસ છોડી અને શ્રીમંત બની ગયા

જૂન 2013 માં, શેખ હમાદ બિન ખલીફાએ તેમના પુત્ર તમીમની તરફેણમાં અમીર પદ છોડ્યું. કતારમાં સત્તાનું આ સ્થાનાંતરણ અપેક્ષિત હતું, પરંતુ આ નિર્ણય ચોક્કસપણે આરબ દેશોના નેતાઓની પેટર્નથી અલગ હતો જે આજીવન તેમના પદ પર રહ્યા હતા. તમીમના શાસનની શરૂઆતમાં કેટલાક પાડોશી દેશો સાથે કતારના સંબંધોમાં તિરાડ પડી હતી અને આવા દેશોએ 2014માં કતારમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવ્યા હતા. 2017 માં, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, ઇજિપ્ત અને બહેરીને કતાર સાથેના સંબંધો તોડી નાખ્યા અને આર્થિક પ્રતિબંધો લાદ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *