મહેમદાવાદ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ: ભાજપના બે કાઉન્સિલરના રાજીનામા!

મહેમદાવાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બે કાઉન્સિલરોના રાજીનામાએ રાજકીય ગરમાવો સર્જ્યો છે. વાર્ડ નંબર-1ના ભાજપના કાઉન્સિલર દર્શન પટેલ અને મનીષાબેન પાંડવે રાજીનામું આપી દેતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. ઘટનાએ નગરપાલિકાના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે અને ભાજપની આંતરિક ગતિશીલતા પર પણ સવાલો ઉભા થયા છે.
રાજીનામાનુંકારણ:સભ્યપદનીગરિમાનજળવાતીહોવાનોઆક્ષેપ
દર્શનપટેલે ગુજરાતસમયનેજણાવ્યુંહતુંકે,“ સભ્યપદની ગરિમા જળવાતીનથી,જેના કારણે અમે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. અમારું રાજીનામું હજુ સ્વીકારવામાં આવ્યું નથી,પરંતુ અમને લાગેછે કે અમારા પદનું સન્માન અને મૂલ્ય જળવાયું નથી.”આનિવેદનથી સ્પષ્ટ થાય છે કે નગરપાલિકામાં આંતરિક અસંતોષ અને વહીવટી વ્યવસ્થામાં ખામીઓના કારણે રાજીનામું આપવામાં આવ્યું છે,
મહેમદાવાદ નગરપાલિકામાં પણ ભાજપે 28માંથી 18 બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં બે કાઉન્સિલરોના રાજીનામાએ પાર્ટીની આંતરિક એકતા અને વહીવટી કામગીરી પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ રાજીનામાઓથી નગરપાલિકાના નિર્ણય લેવાની પ્રક્રિયા અને વહીવટી કામગીરી પર અસર પડવાની શક્યતા છે.
આ રાજીનામાઓએ મહેમદાવાદના રાજકીય અને સામાજિક વર્તુળોમાં હલચલ મચાવી છે. સ્થાનિક લોકો અને રાજકીય નેતાઓમાં આ ઘટના અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાકનું માનવું છે કે આ રાજીનામાઓ પાછળ નગરપાલિકામાં આંતરિક જૂથબંધી કે વહીવટી નિર્ણયોમાં દખલગીરી જેવા મુદ્દાઓ હોઈ શકે છે. બીજી તરફ, આ ઘટના ભાજપના સ્થાનિક નેતૃત્વ માટે પડકારરૂપ બની શકે છે, કારણ કે આવા રાજીનામાઓ પાર્ટીની છબીને અસર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *