વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરથી 103 અમૃત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું

103 અમૃત રેલવે સ્ટેશન

103 અમૃત રેલવે સ્ટેશન- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, 22 મે 2025ના રોજ, રાજસ્થાનના બિકાનેર ખાતે કરણી માતાના મંદિરના દર્શન કર્યા બાદ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લામાં આવેલા 103 અમૃત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ પર કુલ રૂ. 26,000 કરોડનો ખર્ચ થયો છે, જેમાં 1,000 કિલોમીટર રેલવે ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન, સાત મોટા રોડ પ્રોજેક્ટ, ત્રણ વ્હીકલ અંડરપાસ, પાવરગ્રીડ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ અને રાજસ્થાનમાં 900 કિલોમીટર નેશનલ હાઇવેનું કામકાજ સામેલ છે.

અમૃત ભારત સ્ટેશન યોજના: આધુનિક રેલવે સ્ટેશનોનો નવો યુગ
103 અમૃત રેલવે સ્ટેશન- 103 અમૃત રેલવે સ્ટેશનઅમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે મંત્રાલય દેશભરના 1,300થી વધુ રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ યોજનાનો ઉદ્દેશ રેલવે સ્ટેશનોને એકીકૃત ટ્રાન્સપોર્ટ હબમાં પરિવર્તિત કરવાનો છે, જે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. આ યોજના અંતર્ગત ગુજરાત, આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવામાં આવશે.

ગુજરાતના 18 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ
ગુજરાતના સામખીયાળી, મોરબી, હાપા, જામ વંથલી, કાનાલુસ, ઓખા, મીઠાપુર, રાજુલા, સિહોર, પાલીતાણા, મહુવા, જામ જોધપુર, લીંબડી, દેરોલ, કરમસદ, ઉત્રાણ, કોસંબા અને ડાકોર સહિત 18 રેલવે સ્ટેશનોનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. આ સ્ટેશનો હવે આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વધુ સગવડ અને આરામદાયક અનુભવ પ્રદાન કરશે.

રેલવે વિકાસ માટે રૂ. 10,000 કરોડની ફાળવણી
કેન્દ્ર સરકારે રેલવેના વિકાસ માટે રૂ. 10,000 કરોડની વધારાની ફાળવણીની જાહેરાત કરી છે, જે 2014ની તુલનામાં 15 ગણી વધારે છે. આ ફાળવણી રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને આધુનિક બનાવવામાં મદદ કરશે. આ ઉપરાંત, વડાપ્રધાન મોદીએ રૂ. 1,100 કરોડના ખર્ચે તૈયાર થયેલા દેશનોક રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે બિકાનેરથી મુંબઈ જતી ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી.

અમૃત ભારત યોજનાનો હેતુ
અમૃત ભારત સ્ટેશન યોજના દેશના રેલવે નેટવર્કને વિશ્વ-કક્ષાની સુવિધાઓથી સજ્જ કરવાનો લક્ષ્ય ધરાવે છે. આ યોજના મુસાફરોની સુવિધા, સુરક્ષા અને આરામને પ્રાથમિકતા આપે છે, જેનાથી ભારતનું રેલવે નેટવર્ક આધુનિક, ટકાઉ અને એકીકૃત ટ્રાન્સપોર્ટ હબ તરીકે ઉભરી રહ્યું છે.

આ પણ વાંચો-  કેદારનાથ યાત્રા પહેલા સંકટમોચન હનુમાનના દર્શન શા માટે જરૂરી છે,જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *