આજ રોજ તા.21/1/25ના સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત તથા ઘાંચીવાડ મહિલા મંડળનાં ઉપક્રમે મહિલા જન જાગૃતિ સંમેલન નું આયોજન ગોષીયા હોલ, જમાલ વાવ ,મોડાસા ખાતે રાખવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અમદાવાદ અમવા સંસ્થાના પ્રમુખ અને ડૉકટર પ્રો મહેરૂન્નીંશા મુખ્ય મહેમાન હતા . મહિલા જન જાગૃતિ કાર્યક્મમાં પ્રો.મહેરૂન્નીંશા દેસાઇ પોતાના વિચારો રજૂ કર્યા હતા, તેમણે કહ્યું આજે મહિલાઓએ સંગઠિત બની સમાજ નાં દુષણો જેવાકે તલાક ઘરેલું ઝગડ નાં કોર્ટ કેસ,લગ્નના ખોટા ખર્ચ,દારુ-જુગાર વગેરેને દૂર કરવા સતત પ્રયત્ન કરવા જોઇએ, સતત પ્રયત્ન સફળતામાં પરિણમશે.સમાજને મજબૂત બનાવવા માટે મહિલાઓએ મજબૂત બનવું પડશે સાથે પરિવારને પણ શિક્ષિત કરવો પડશે.
આ મહિલા જન જાગૃતિ કાર્યક્રમમાં પ્રો.મહેરૂન્નીંશા દેસાઇને સાંભળવા અને તેમના વિચારો જાણવા માટે ભારે સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત અન્ય મુખ્ય મહેમાન શ્રીમતિ હસિનાબેન મન્સૂરી( ઓફિસર,મહિલા બાળ વિકાસ કચેરી,જિલ્લા અરવલ્લી)એ સરકાર ની મહિલાલક્ષી યોજનાની વિશેષ માહિતી આપી હતી, આ માહિતીથી આ કાર્યક્રમની મહિલાઓ ખુબ ખુશ થઇ હતી.
નોંધનીય છે કે શ્રીમતિ સનોબર પઠાણ( અમવા ટ્રસ્ટ, અમદાવાદ), મહિલા મંડળનાં પ્રમુખ ફાતમાબેન ભૂરા તથા સેક્રેટરી સમિમબેન બાકરોલિયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા.આ કાર્યક્રમમાં સમાજમાં ચાલી રહેલા કુરિવાજો પર મુખ્ય મહેમાનોએ ભાર મૂક્યો હતો અને આ કુરિવાજો બંધ થાય તે માટે મહિલાઓએ પ્રયત્ન કરવા જોઇએ.
ઉલ્લેખનીય છે કે મૌલાના મોઈનુલ હક ધ્વારા મહિલાઓ દીની તાલીમ લે અને દ્દિની તાલીમ બાળકોને આપે તેનાં ઉપર ભાર મૂકવાથી પરિવાર માં સુધારા લાવી શકાય છે તેમ જણાવ્યું હતું. સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત, ઘાંચીવાડા મહિલા મંડળ ની મહિલાઓ તેમજ ગોષીયા શાળા ની બહેનો ધ્વારા મહિલા જન જાગૃતિ સંમેલન નું ખૂબજ સફળપૂર્વક આયોજન કર્યું હતું.