ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી. આ પછી, પાકિસ્તાને ભારતના 15 શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આ દરમિયાન, મોટા સમાચાર આવ્યા છે કે ભારતે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર ડ્રોનથી હુમલો કરીને બદલો લીધો છે. આ સ્ટેડિયમમાં આજે (૮ મે) રાત્રે ૮ વાગ્યે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) મેચ રમવાની હતી, જેમાં પેશાવર અને કરાચીની ટીમો એકબીજા સામે ટકરાશે.
રાવલપિંડીના સ્ટેડિયમમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) ની બાકીની મેચો કરાચી ખસેડવામાં આવી છે. બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે યોજાયેલી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની કટોકટીની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો. તેમાં PSL માં સામેલ ટીમોના માલિકો અને કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
7 અને 8 મેની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા. ફરી એકવાર ભારતીય સેનાએ આ હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. આ અંતર્ગત ભારતે રાવલપિંડી સહિત પાકિસ્તાનના ઘણા મોટા શહેરો પર હુમલો કર્યો અને તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો.
આ પણ વાંચો – ભારતીય સેનાએ હાર્પી ડ્રોનથી પાકિસ્તાનનો એર ડિફેન્સ સિસ્ટમ કર્યો તબાહ