Rishabh pant ruled out: ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટી સીરિઝમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે, માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતના વાઇસ કેપ્ટન ઋષભ પંતને પગમાં ઇજા થતા હવે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. . માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે પંતને પગમાં ઈજા થઈ હતી. સ્કેનમાં જાણવા મળ્યું કે તેના પગમાં ફ્રેક્ચર થયું છે અને હવે તે માન્ચેસ્ટરમાં વધુ રમી શકશે નહીં. પંત માત્ર માન્ચેસ્ટર ટેસ્ટથી જ નહીં પરંતુ ઓવલ ખાતે રમાનારી છેલ્લી ટેસ્ટમાંથી પણ બહાર છે. તેના ડોક્ટરોએ 6 અઠવાડિયાના આરામની સલાહ આપી છે.
Rishabh pant ruled out: માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે પંતને આ ઈજા થઈ હતી જ્યારે તેણે ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો હતો અને બોલ સીધો તેના જમણા પગમાં વાગ્યો હતો. પંત તે સમયે 37 રન પર રમી રહ્યો હતો. દુખાવાને કારણે, તે તરત જ મેદાન પર સૂઈ ગયો અને પછી તેને ગોલ્ફ કાર્ટ પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. સ્કેન પછી, જાણવા મળ્યું કે તેના મેટાટાર્સલ હાડકામાં ફ્રેક્ચર થયું છે. હવે તેને 6 થી 8 અઠવાડિયાના આરામની જરૂર છે.
છેલ્લી બે ટેસ્ટમાં પંતની આ બીજી ઈજા છે, આ પહેલા તેને લોર્ડ્સમાં ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં વિકેટકીપિંગ કરતી વખતે તેની તર્જની આંગળીમાં ઈજા થઈ હતી. આ પછી પંતે મેચમાં વિકેટકીપિંગ કર્યું ન હતું. ધ્રુવ જુરેલ તેની જગ્યાએ વિકેટકીપિંગ માટે આવ્યો હતો અને હવે જુરેલ માન્ચેસ્ટરમાં પણ પંતની જગ્યાએ મોજા પહેરીને જોવા મળશે.પહેલા દિવસે ઈજાને કારણે રિટાયર હર્ટ થતાં પહેલાં પંતે 48 બોલમાં 37 રન બનાવ્યા હતા. તેણે ઘણા આક્રમક શોટ પણ ફટકાર્યા હતા, જેમાં જોફ્રા આર્ચરના બોલ પર સ્લોગ સ્વીપ સાથેનો ચોગ્ગો અને પછીના જ બોલ પર નિષ્ફળ રિવર્સ સ્વીપનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો- દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના, લેન્ડિંગ બાદ એર ઇન્ડિયા વિમાનમાં આગ લાગી