રોયલ એનફિલ્ડની પહેલી ઇલેક્ટ્રિક બાઇક Flying Flea C6 એ લોન્ચ પહેલા રચ્યો ઇતિહાસ

Flying Flea C6

 Flying Flea C6 દિગ્ગજ બાઈક નિર્માતા રોયલ એનફિલ્ડે તેની પહેલી ઈલેક્ટ્રિક બાઇકનું પ્રોટોટાઇપ “Flying Flea C6” રજૂ કરીને ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં દમદાર પ્રવેશ કર્યો છે. આ બાઇકે માર્કેટમાં પગ મૂક્યા પહેલા જ દુનિયાભરમાં હેડલાઇન્સ બનાવી છે કારણ કે તેને પ્રતિષ્ઠિત Red Dot Design Awardથી નવાજવામાં આવી છે. આ એવોર્ડ તેને ડિઝાઇન કોન્સેપ્ટ કેટેગરીમાં મળ્યો છે, જે બતાવે છે કે રોયલ એનફિલ્ડ માત્ર ટેક્નોલોજી નહીં, પરંતુ ડિઝાઇન અને વારસાની દ્રષ્ટિએ પણ EV જગતમાં પ્રભાવ છોડવા તૈયાર છે.

 Flying Flea C6 : Flying Flea નામ રોયલ એનફિલ્ડની 1940ના દાયકાની બાઈક પરથી લેવામાં આવ્યું છે, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પેરાશૂટ દ્વારા જંગલક્ષેત્રમાં મોકલવામાં આવતી હતી. હવે તે જ ભાવનાને આધુનિક ટેક્નોલોજી સાથે ફરી જીવંત કરાવવામાં આવી છે. FF.C6 બેટરી પાવર અને એલ્યુમિનિયમથી બનેલી છે, જે ગેસ અને સ્ટીલના યુગને પાછળ છોડે છે.

 Flying Flea C6 : આ બાઈક માત્ર દેખાવમાં જ આકર્ષક નથી, પણ તેની ડિઝાઇન પણ ખુબ જ આકર્ષિત  છે, ખાસ કરીને શહેરી પરિસ્થિતિઓ માટે. FF.C6 કોઈ ભવિષ્યવાદી કન્સેપ્ટ જેવી લાગતી નથી કે ઓવરડિઝાઇન પણ નથી. તેના ખુલ્લા હાર્ડવેર, કાચા અને યથાર્થ ડિઝાઇનને કારણે, તે પહેલી વાર EV ચલાવતા લોકો માટે પણ ઓછી ડરામણી લાગે છે અને ઝડપથી અપનાવી શકાય એવી છે.

કંપની દ્વારા આપેલી માહિતી મુજબ, Flying Flea સીરીઝમાં આવનારી બીજું મોડલ સ્ક્રેમ્બલર સ્ટાઇલવાળી S6 — પણ 2026 સુધીમાં લૉન્ચ થવાની શક્યતા છે. જોકે, હાલ સુધી કંપનીએ રેન્જ, ચાર્જિંગ ટાઈમ અને કિંમત જેવી જરૂરી વિગતો જાહેર કરી નથી.

રોયલ એનફિલ્ડે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ ઈલેક્ટ્રિક વાહનોથી પણ તેમના વારસાને દૂર નહીં થવા દે. Flying Flea C6 એ એવુ એક મજબૂત ઉદાહરણ છે, જે દર્શાવે છે કે ઇલેક્ટ્રિક બાઇક પણ પાત્ર, વર્ગ અને ઇતિહાસ સાથે આવી શકે છે. રોયલ એનફિલ્ડના આ નવા પ્રયાસને EV ઈન્ડસ્ટ્રીમાં એક નવી દિશા તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો;   Disha Patani ના ઘર પર ફાયરિંગ, જાણો ક્યાં કારણથી કરવામાં આવી ,જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *