રશિયાએ પલટવાર કરતા યુક્રેનના ડિનિપ્રો શહેર પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી કર્યો હુમલો

 યુક્રેનના ડિનિપ્રો શહેર –   અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેનને અમેરિકી નિર્મિત લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવા માટે લીલી ઝંડી આપી હતી. અમેરિકાની પરવાનગી મળ્યા બાદ યુક્રેને રશિયા પર મિસાઈલ છોડી હતી. રશિયાએ હવે આ હુમલાનો જવાબ આપ્યો છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ તેના શહેર ડીનીપ્રો પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી હુમલો કર્યો છે.

અમેરિકાની મોટી ભૂમિકા
યુક્રેનના ડિનિપ્રો શહેર –   નોંધનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા હવે મોટી ભૂમિકા ભજવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકી રક્ષા મંત્રીએ પણ મોટી વાત કહી છે. યુએસ ડિફેન્સ સેક્રેટરીએ કહ્યું કે બિડેન પ્રશાસન યુક્રેનને રશિયા સાથેના યુદ્ધમાં એન્ટી પર્સનલ લેન્ડ માઈનનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે.

કિવમાં યુએસ એમ્બેસી બંધ
રશિયા તરફથી સંભવિત હુમલાને જોતા અમેરિકા પહેલાથી જ એલર્ટ થઈ ગયું હતું. યુક્રેનની રાજધાની કિવમાં યુએસ દૂતાવાસે કહ્યું હતું કે તેને રશિયન એરસ્ટ્રાઈકની સંભાવના વિશે એક મહત્વપૂર્ણ ચેતવણી મળી છે, જેના કારણે સાવચેતીના ભાગરૂપે દૂતાવાસ બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો –   અદાણી ગ્રુપના 20 ટકા શેરમાં કડાકો, લાંચ કેસની અસર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *