International Masters League – ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025ની ત્રીજી મેચ ઈન્ડિયા માસ્ટર્સ અને ઈંગ્લેન્ડ માસ્ટર્સની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સચિન તેંડુલકરની કેપ્ટન્સીમાં ઈન્ડિયા માસ્ટર્સે એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં સચિન તેંડુલકર તરફથી એક તોફાની ઇનિંગ જોવા મળી હતી, જેણે ઇંગ્લેન્ડ માસ્ટર્સની જીતનો પાયો નાખ્યો હતો. આ સાથે જ ગુરકીરત સિંહ માન પણ જોરદાર ઇનિંગ રમીને પોતાની ટીમને જીત તરફ લઈ ગયા. ઈન્ડિયા માસ્ટર્સે અગાઉ પ્રારંભિક મેચમાં શ્રીલંકા માસ્ટર્સને હરાવ્યું હતું.
ઈંગ્લેન્ડ માસ્ટર્સની ટીમ માત્ર 132 રન બનાવી શકી હતી
International Masters League- આ મેચમાં ઈન્ડિયા માસ્ટર્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સાચો સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડ માસ્ટર્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 132 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન ડેરેન મેડીએ સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. જ્યારે ટિમ એમ્બ્રોસે 23 રનનું યોગદાન આપ્યું હતું. ક્રિસ સ્કોફિલ્ડે પણ 18 રન બનાવ્યા હતા. બીજી તરફ ઈન્ડિયા માસ્ટર્સ તરફથી ધવલ કુલકર્ણીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. અભિમન્યુ મિથુન અને પવન નેગીએ પણ 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય વિનય કુમારને 1 સફળતા મળી.
સચિન તેંડુલકર-ગુરકીરત માનની તોફાની ઇનિંગ્સ
133 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સચિન તેંડુલકર અને ગુરકીરત માને ઈન્ડિયા માસ્ટર્સની ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 43 બોલમાં 75 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન સચિન તેંડુલકરે 21 બોલમાં 161.90ના સ્ટ્રાઈક રેટથી 34 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. બીજી તરફ ગુરકીરત સિંહ માન 180ના સ્ટ્રાઈક રેટથી 35 બોલમાં અણનમ 63 રન બનાવ્યા હતા. ગુરકીરતે આ ઇનિંગમાં 10 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સિવાય યુવરાજ સિંહે પણ 14 બોલમાં અણનમ 27 રન ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. યુવરાજે આ દરમિયાન 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025ની ત્રીજી મેચ ઈન્ડિયા માસ્ટર્સ અને ઈંગ્લેન્ડ માસ્ટર્સની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સચિન તેંડુલકરની કેપ્ટન્સીમાં ઈન્ડિયા માસ્ટર્સે એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં સચિન તેંડુલકર તરફથી એક તોફાની ઇનિંગ જોવા મળી હતી,
આ પણ વાંચો- 17 લાખની કમાણી સુધી એક રુપિયો પણ ટેક્સ નહીં લાગે! અપનાવો આ રીત