સંજુ સેમસને પોતાનું નામ બદલ્યું, ચોંકાવનારો નિર્ણય લીધો

સંજુ સેમસન અત્યારે શાનદાર ફોર્મમાં છે. આ ખેલાડીએ છેલ્લી 5 ઈન્ટરનેશનલ ટી-20 મેચમાં 3 સદી ફટકારી છે. સેમસને ઝડપી અડધી સદી ફટકારીને કેરળને જીત અપાવી હતી. જો કે આ જીત કરતાં પણ વધારે ચર્ચામાં સંજુ સેમસનનું નવું નામ રહ્યું. સંજુ સેમસને પોતાનું નવું નામ રાખ્યું છે, જેની તસવીર રાજસ્થાન રોયલ્સના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવી છે. સંજુ સેમસનની આ તસવીર સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ વાયરલ થઈ છે.

સંજુ સેમસને પોતાનું નામ બદલી નાખ્યું
સંજુ સેમસન સર્વિસીસ સામેની મેચમાં તેની જર્સીની પાછળ સેમીનું અલગ નામ લખેલી જર્સી પહેરીને દેખાયો હતો. સંજુ સેમસન સામાન્ય રીતે સંજુ નામથી જ રમે છે પરંતુ તેણે હવે પોતાનું નામ બદલી નાખ્યું છે. શક્ય છે કે તેણે આવું માત્ર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચો માટે કર્યું હોય. જો કે, એ પણ શક્ય છે કે તે IPLમાં પણ આ નામથી રમતા જોવા મળે.

મેચની વાત કરીએ તો, સંજુ સેમસને કેરળને 3 વિકેટે જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા સર્વિસીઝની ટીમે 20 ઓવરમાં 149 રન બનાવ્યા હતા. જવાબમાં કેરળ 18.1 ઓવરમાં જીતી ગયું હતું. સંજુ સેમસન ઓપનિંગમાં આવ્યો અને તેણે 45 બોલમાં 75 રનની ઇનિંગ રમી. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન વધુ સારું પ્રદર્શન કરી શક્યા નહોતા પરંતુ સેમસનની આ ઇનિંગ કેરળને જીત અપાવવા માટે પૂરતી હતી. કેરળના બોલર અખિલ સ્કરિયાએ 30 રનમાં 5 વિકેટ લઈને પોતાની તાકાત બતાવી હતી.

હવે સંજુ સેમસનનું આગામી મિશન રાજસ્થાન રોયલ્સની ટીમને મજબૂત કરવાનું રહેશે. IPL 2025 ની હરાજી 23 અને 24 નવેમ્બરના રોજ છે અને દેખીતી રીતે સેમસન સાથે ટીમને મજબૂત કરવા માટે વ્યૂહરચના બનાવવામાં આવી હશે કારણ કે તે ટીમનો કેપ્ટન છે. સેમસનની પણ આ હરાજી પર નજર રહેશે.

આ  પણ વાંચો –  હેમંત સોરેને ઝારખંડમાં તોડ્યો 24 વર્ષનો રેકોર્ડ, આ 5 કારણોથી ભાજપ સત્તાથી વંચિત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *