સાઉદી અરેબિયાએ કફાલા સિસ્ટમ કરી નાબૂદ, 25 લાખ ભારતીયોને મોટી રાહત!

કફાલા સિસ્ટમ

કફાલા સિસ્ટમ: સાઉદી અરબે એક મોટું અને દૂરગામી પગલું ભરતા તેની ૫૦ વર્ષ જૂની વિવાદાસ્પદ વર્કર સ્પોન્સરશિપ પ્રણાલી, જેને ‘કફાલા સિસ્ટમ’ તરીકે ઓળખવામાં આવતી હતી, તેને સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધી છે. જૂન ૨૦૨૫ માં આ સુધારાની પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી. આ ઐતિહાસિક નિર્ણય મધ્ય પૂર્વના આ દેશમાં વસતા આશરે ૧.૩૪ કરોડ વિદેશી કામદારોના અધિકારો અને જીવનશૈલી પર સીધી અસર કરશે, જેમાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે. આ સિસ્ટમ નાબૂદ થતા .25 લાખ ભારતીયોને થશે

 

કફાલા સિસ્ટમ એટલે શું? ગુલામી જેવી વ્યવસ્થા

૧૯૫૦ના દાયકામાં લાગુ કરાયેલી આ ‘કફાલા’ પ્રણાલી અરબીમાં ‘સ્પોન્સરશિપ સિસ્ટમ’ કહેવાય છે. આ સિસ્ટમ હેઠળ, માલિકો અથવા ‘કફીલ’ ને વિદેશી કામદારોના કાનૂની દરજ્જા, રહેઠાણ, નોકરી બદલવાની મંજૂરી અને દેશ છોડવાના અધિકાર પર સંપૂર્ણ નિયંત્રણ મળી જતું હતું. પરિણામે, વિદેશથી આવતા કામદારો એક રીતે માલિકના ગુલામ બની જતા હતા. તેમને પોતાની મરજી મુજબ કામ કરવાની કે નોકરી બદલવાની સગવડ મળતી નહોતી અને ઘણીવાર તેમને અમાનવીય પરિસ્થિતિઓમાં શોષણ સહન કરવું પડતું હતું.

ભારતીય કામદારોની પીડાદાયક કહાણીઓ

કફાલા સિસ્ટમનો ભોગ બનેલા લોકોમાં ભારતીય કામદારોની સંખ્યા ઘણી વધારે હતી. ૨૦૧૬-૧૭નો કર્ણાટકના ઉડુપી જિલ્લાના ૪૨ વર્ષીય જૈસિન્થા મેન્ડોન્કાનો કિસ્સો આનું જીવંત ઉદાહરણ છે. વધુ પગારની લાલચ આપીને કતાર માટે ભરતી કરાયા બાદ તેમને છેતરીને સાઉદી અરબ મોકલી દેવાયા હતા. જૈસિન્થાએ ૧૪ મહિના સુધી ત્યાંના માલિકના ઘરમાં તેની માતા, ત્રણ પત્નીઓ અને બાળકો માટે દિવસ-રાત કામ કર્યું હતું અને ‘ગુલામ’ કહીને અપમાનિત થવું પડ્યું હતું. પાસપોર્ટ જપ્ત કરવા, પગાર ન આપવો અને સ્વદેશ પરત ફરવાની મંજૂરી ન આપવી એ કફાલાના સામાન્ય દુ:ખો હતા, જેનો સામનો અનેક ભારતીયોએ કર્યો છે.

ક્રાઉન પ્રિન્સ MBSનો સુધારાવાદી એજન્ડા

કફાલા સિસ્ટમને નાબૂદ કરવાનો નિર્ણય ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS)ના ‘વિઝન ૨૦૩૦’ સુધારાનો એક ભાગ છે. મલ્ટી-ટ્રિલિયન ડોલરના આ પ્લાનનો મુખ્ય ઉદ્દેશ સાઉદી અરબની વૈશ્વિક છબી સુધારવાનો અને વિદેશી રોકાણને આકર્ષવાનો છે, ખાસ કરીને ૨૦૨૯માં થનારી એશિયન ગેમ્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ પહેલાં.

ભારતીયો માટે નવા યુગની શરૂઆત

સાઉદી અરબમાં હાલમાં ૧.૩૪ કરોડ વિદેશી કામદારો છે, જે કુલ વસ્તીના લગભગ ૪૨% છે, અને તે બાંધકામ, ખેતી અને ઘરગથ્થુ કામો માટે બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને ફિલિપાઇન્સ જેવા દેશોના કામદારો પર નિર્ભર છે. કફાલા સિસ્ટમ નાબૂદ થવાથી અને નવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ થવાથી ભારતીયો માટે ‘જોબ મોબિલિટી’ (નોકરી બદલવાની સરળતા) વધશે. હવે કામદારો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ માલિકની પૂર્વ મંજૂરી વિના નવી નોકરીમાં જોડાઈ શકશે. આ ઉપરાંત, તેમને ઇલેક્ટ્રોનિક માધ્યમથી નોકરી છોડવા, સ્વદેશ પરત ફરવા અને કાયમી મુસાફરી કરવા જેવા અધિકારો પણ પ્રાપ્ત થશે, જે શોષણ અને ગુલામી જેવી પરિસ્થિતિઓનો અંત લાવશે.

આ પણ વાંચો: અયોધ્યામાં દિપોત્સવનો ભવ્ય આયોજન, એકસાથે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *